દમણ ફરવા જઈ રહેલા કપલનું અકસ્માત થતાં યુવતીનું ઘટના સ્થળે જ દર્દનાક મોત

Accident in Valsad: રાજ્યમાં ગોઝારા અકસ્માતના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.જેમાં રોજબરોજ કેટલાય લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવતી હોઈ છે.ત્યારે ગતરોજના…

Accident in Valsad: રાજ્યમાં ગોઝારા અકસ્માતના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.જેમાં રોજબરોજ કેટલાય લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવતી હોઈ છે.ત્યારે ગતરોજના ફરી એકવાર વલસાડ જિલ્લામાંથી અકસ્માતની ઘટના સામે આવી હતી.જેમાં વલસાડનો(Accident in Valsad) યુવક વાંસદા રહેતી તેમી મંગેતર સાથે બાઈક પર દમણ ફરવા જઈ રહ્યો હતો. દરમિયાન નદીના પુલ ઉપર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવક-યુવતી પટકાયા હતા. જે ઘટનામાં અજાણ્યા વાહનનું ટાયર યુવતી પર ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું.

અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત
આ ઘટના વિષે વિગતવાર વાત કરીએ તો, વલસાડ ખાતે રહેતો 26 વર્ષીય યુવક શૈલેષ સોનીભાઈ ગવળી તેની વાંસદા ખાતે રહેતી 23 વર્ષીય મિત્ર સાથે બાઈક પર સવાર થઈ દમણ ફરવા જઈ રહ્યો હતો. દરમિયાન પાર નદીના પુલ ઉપર પાછળથી આવતા અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર યુવક-યુવતી નેશનલ હાઈવે પર પટકાયા હતા. જે ઘટનામાં અજાણ્યા વાહનનું ટાયર યુવતી પર ફરી વળતા તેને મોઢા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જેમાં તેનું મોત થયું હોવાનું ડોક્ટરએ જણાવ્યું હતું.

યુવકને સિવિલમાં ખસેડાયો
અજાણ્યો વાહનચાલક ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો.આ ઘટના બનતા રાહદારીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં બંન્નેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં યુવતીને તબીબે મૃત જાહેર કરી હતી.જ્યારે યુવકને સારવાર અપાઇ હતી.સમગ્ર બનાવને પગલે યુવતીના પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ગતરોજ દ્વારકા જતું યુગલ પણ અકસ્માતમાં મોતને ભેટ્યું
ગતરોજના દ્વારકા જામનગર હાઇવે પર એક યુગલ તેમના પરિવાર સાથે દ્વારકા જઈ રહ્યું હતું તે દરમિયાન ભારે ધુમ્મ્સના કારણે તેની કર ખાડીમાં પડી જતા તે યુવક અને યુવતીનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ યુવક અને યુવતીના મહિના બાદ રૂડા લગ્ન લેવાઈ ચુક્યા હતા ત્યારે આ ઘટનાને પગલે તેના પરિવારમાં આક્રન્દ છવાઈ ગયું હતું.