બજારની પાણી પૂરી ખાનાર ચેતી જજો ,તમારી સાથે પણ થઇ શકે છે આવું….

વડોદરામાં પાણીપૂરી સાથેના શાક-પાણીમાં ટિનિયાસોલિયમ કૃમિ ભળ્યાથી ન્યૂરોસિસ્ટી સર્કોસિસથી પિડાતા દર્દીની સારવાર શહેરના ઇન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો. હિતેન કારેલિયાએ કરી. દર્દી તેમની પાસે આવી ત્યારનાં લક્ષણોથી માંડીને તેના ઇલાજ અને સંપૂર્ણ સાજા થયા સુધીની વાત તબીબના જ શબ્દોમાં’..

સોનોગ્રાફીમાં ગાંઠો આવી

‘પેશન્ટ મારી પાસે આવ્યું ત્યારે તેનો ઇલાજ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યો હતો. તેણે ત્યારથી જ માથાનો દુ:ખાવો રહે છે, ચક્કર આવે છે અને નબળાઇ અનુભવાય છે જેવી ફરિયાદ કરી હતી. આ ઉપરાંત જ્યારે તેણે કહ્યું કે ખભા, કોણીના ભાગે લખોટી જેવી ગાંઠ છે, તેને મેં જોઇ તપાસી. તે સહેજ લાલ રંગની હતી. દર્દીએ એમ પણ કહ્યું કે, મેં જે ઓર્થોપેડિક સર્જન તબીબને બતાવ્યું તેમણે મને પેઇનકિલર્સ અને મલમ આપ્યાં હતા, જેનાથી કોઇ ફેર પડ્યો ન હતો. મારું પ્રાથમિક નિદાન કોઇ કૃમિને લગતો રોગ હોવાનું હતું. મેં તુરંત જ હાથની સોનોગ્રાફી કરાવી, જેથી ગાંઠમાં શું છે તે જાણી શકાય. સોનોગ્રાફીના રિપોર્ટમાં દ્રાક્ષ જેવો ગુચ્છો દેખાયો. ખાસ પ્રકારના બ્લડ રિપોર્ટ પણ કરાવ્યા હતા. રિપોર્ટ આવતાં જ એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે તે ટિનિયાસોલિયમ કૃમિ(ટેપવર્મ)ના લાર્વા છે.

મગજમાં ઇંડા સહિત ગાંઠો હતી

આ લાર્વા એ ઇંડામાંથી કૃમિ થવા વચ્ચેની અવસ્થા છે. જે એક ગુચ્છા જેવું દેખાય છે અને તેની ફરતે એક એવું કવચ બને છે જેની જઠરના એસિડની અસર થતી નથી. આ કૃમિ ગંદા શાકભાજી, ભૂંડના મટન અને કાચા સલાડમાં જોવા મળે છે. જો સાવધાની ન રખાય અને ખાધા તો કૃમિને પેટમાં પહોંચતા વાર લાગે નહીં. મે દર્દીને ખાણીપીણીની ટેવ વિશે પૂછ્યું. તેણે તુરંત જ એકરાર કર્યો અને પોતે દરરોજ પાણીપૂરી કે ભેળ ખાતી હોવાનું કહ્યું. દર્દી શુદ્ધ શાકાહારી હતી. એટલે સ્પષ્ટ હતું કે રોગ ક્યાંથી આવ્યો છે. સમય બગાડ્યા વિના મગજનો એમઆરઆઇ કરાવ્યો. એ પણ પોઝિટિવ આવ્યો હતો. મગજમાં પણ કૃમિના ઇંડા હતા અને ગાંઠ પણ હતી.

દસ હજારે એક દર્દીને જોવા મળે

હવે તમામ ગાંઠની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. દવાઓ ખૂબ મોંઘી હોતી નથી પણ લાંબો સમય દર્દીના વજન મુજબ લેવી પડે છે, જેમાં ટેબ્લેટ જ ગળવાની હોય છે, દોઢ મહિના સુધી લીધેલી દવાઓએ અસર બતાવી, કૃમિના કોશેટો, ઇંડા લાર્વા નષ્ટ પામ્યા, નવા રિપોર્ટ નેગેટિવ આવ્યાં હવે દર્દી સંપૂર્ણપણે સારી છે. પણ એકવાત ધ્યાન રાખવી પડશે કે તેને મગજમાં કાયમી એક ડાઘ રહી ગયો છે, જે ટીબીમાં ફેફસામાં જોવા મળે તેવો હોય છે. તેથી તેને ખેંચ આવવાની શક્યતા જીંદગીભર રહેશે. ભારતમાં આ બીમારીના દર્દી દર દસ હજારે એક જોવા મળે છે.’

ન્યૂરોસિસ્ટી સર્કોસિસનાં આ લક્ષણો છે

શરીરમાં વિવિધ જગ્યાએ ગાંઠ નીકળે

હલનચલનમાં તકલીફ થાય.

ઝીણો તાવ રહે

નબળાઇ આવે

વજનમાં ઘટાડો થાય.

ટિનિયાસોલિયમ અઠવાડિયા કે મહિના બાદ લક્ષણો બતાવે છે
કેવી રીતે કામ કરે છે ? 

ખોરાક કે પ્રવાહીમાં વ્યક્તિના શરીરમાં કૃમિના ઇંડા પ્રવેશ્યા છે કે લારવા તેના પર આ કૃમિની સક્રિયતાનો આધાર છે. જો લારવા ગયા હોય તો અમુક દિવસો કે અઠવાડિયા અને ઇંડા ગયા હોય તો કેટલાક મહિના બાદ તેની અસર દેખાય છે.

ક્યાં કેવી અસર કરે છે?

આ કૃમિ ચામડી ઉપરાંત લીવર, સ્નાયુઓ અને મગજ સુધી પહોંચે છે, આંખમાં લાંબો સમય અસર કરે તો અંધાપો પણ લાવી શકે છે. આ કૃમિ જો વિકસે તો દસથી બાર ફૂટના થઇ શકે છે. મગજને પણ કાયમી નુકસાન કરી શકે છે.

આ રીતે શરીરમાં પ્રવેશે 

ભૂંડના મળમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે પાણીમાં ભૂંડે કે કૃમિ ધરાવતા કોઇએ પણ ટોઇલેટ કર્યું હોય તે પાણીથી શાકભાજી ધોવામાં આવે તો પાણીના કૃમિ શાકભાજી પણ ચોંટી જાય છે અને તે શરીરમાં પ્રવેશે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *