પતિનું મોત થતા નર્ક બની મહિલાની જિંદગી- જેઠાણીએ કપડા કાઢી ગુપ્તાંગમાં ઘુસેડ્યો સળીયો… આપવીતી સાંભળી આત્મા કંપી ઉઠશે

વધુ એક મહિલા સાથે મારઝૂડનો મામલો સામે આવ્યો છે. મનમાં વિચિત્ર પ્રકારનો વહેમ રાખીને મહિલાને માર માર્યો હતો. 39 વર્ષની મહિલા પર ડાકણ હોવાનો વિચિત્ર વહેમ મુકવામાં આવ્યો હતો. આ 39 વર્ષની મહિલાએ તેના જેઠ સહિત અન્ય 7 લોકો સામે ફરિયાદ નોધાવી છે.

મહિલાની સાથે ફરિયાદ નોધાવા માટે તેની પુત્રી અને સગા સંબંધીઓ સાથે પોલીસ પાસે ગયા હતા અને ફરિયાદ નોધાવી હતી. મહિલાએ ફરિયાદની સાથે સાથે તેની સાથે થયેલી ઘટનાનો વિડીયો પણ રજૂ કર્યો હતા. આ સમગ્ર ઘટના ભિલોડા તાલુકાના ગઢીયા વિસ્તાર માંથી સામે આવી છે.

મહિલાનો પતી બસ ડ્રાયવર હતો, મહિલાનો પતી મહિલાથી અણગમો રાખીને ઘરે આવતો ન હતો… તેવી પણ ફરિયાદ કરવામાં અવી રહી છે. પોલીસ સમક્ષ મહિલાએ CCTV વિડીયો ફૂટેઝ પણ રજુ કર્યા છે. પિડીત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેના સાસરીયા પક્ષના સગાં પોલીસમાં ફરજ બજાવતા હોવાથી અમારી ફરિયાદ લેવામાં આવતી ન હતી. તેથી શામળાજી પોલીસમાં તેઓએ અરજી કરવામાં આવી છે. મહિલાએ કહ્યું કે, મારા કપડાં કાઢીને મારી જેઠાણીએ લાકડાથી મારા ગુપ્તાંગના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાએ ફરિયાદમાં કહ્યું કે, જેઠ-જેઠાણી માર મારતા હતા. મહિલામાં ડાકણનો વહેમ રાખી માર માર્યો હતો. આરોપીઓ મહિલાને માર મારી રહ્યા હતા અને તે દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરવા લાગી હતી. ત્યારે અવાજ સાંભળીને પડોશી અને મહિલાની દીકરી ત્યાં આવ્યા હતા. આરોપીએ મહિલાને કહ્યું કે આજે તને જવા દીધી છે પણ ભવિષ્યમાં જાનથી મારી નાખીશ. ત્યાર બાદ મહિલાની દીકરીએ 108ને ફોન કર્યો હતો અને મિલને શામળાજી સરકારી દવાખાને લઇ ગઈ હતી.

મળેલી માહિતી અનુસાર મહિલાને એક મકાનનાં પિલર સાથે અન્ય લોકોએ પકડી અને બેફામ લાકડી વડે માર માર્યો હતો. માર મારવા પાછળનું કારણ એ હતું કે, મહિલાએ બીજા લગ્ન કર્યાં હોય એનું મનદુઃખ રાખી માર માર્યા હતો તેવું પણ કહેવામાં અવી રહ્યું હતું. હાલ પોલીસે સમગ્ર ફરિયાદ નોધીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *