સુરતમાં રસ્તા પર નશાખોર ભૂલ્યા ભાન, પહેલા ભાઈને પથ્થર-લાકડા વડે માર્યો અને ત્યારબાદ પોલીસને મારવા દોડ્યો-જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના સિવિલ ચાર રસ્તા પાસે એક નશાખોર(Addict)ની જાહેરમાં જ ધોલાઈ કરવામાં આવી હતી. ઘાયલ ભાઈને પથ્થર અને લાકડાના ફટકાથી મારીને મારી નાખવાની કોશિશ કરનાર નશાખોરને ભાન ન આવતાં આખરે લોકોને જાહેરમાં તેને ફટકારવાની ફરજ બજાવવી પડી હતી. સારવાર માટે લઈ જવાતા ભાઈની 108 એમ્બ્યુલન્સ(108 Ambulance) સામે રોડ પર નશાખોર સૂઈ જઈ જાહેરમાં તમાશો કરનારને આખરે પકડીને પોલીસને સોંપાતાં સમગ્ર મામલો માંડ માંડ થાળે પડ્યો હતો. મળતી માહિતી અનુસાર લગભગ કલાક સુધી ચાલેલા આ વિવાદમાં બન્ને ભાઈઓ નશાખોર અને ફૂટપાથ પર રહેતા હોવાનું બહાર આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું હતું કે, ફૂટપાથ પર જ રહેતા એક પરિવારનું પાકીટ ચોરીને લઈ બન્ને ભાઈઓ સાથે જાહેરમાં ઝઘડો થતા સમગ્ર વિસ્તારમાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યાર બાદ નશાખોર હાથમાં દંડો લઈને આરોપ લગાડનાર પરિવાર પર તૂટી પડતાં સમગ્ર મામલો બીચકયો હતો. જોકે સામે વાળા પક્ષે એ જ દંડા વડે નશાખોર યુવકને જાહેરમાં ફટકારી જમીન પર ઢાળી દીધો હતો. સમગ્ર ઘટના અંગેની જાણ થતાં સિવિલ ચાર રસ્તા પર તહેનાત પોલીસકર્મચારીઓ અને ટીઆરબીના જવાન બન્ને પક્ષકારોને છુટા પાડવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસકર્મચારી સાથે જીભાજોડી બાદ પથ્થર લઈ મારવા દોડ્યો
સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે બસ, આ વાતને લઈ બીજો નશાખોર ભાઈ વધુ ઉગ્ર બની ગયો હતો. ફરજ બજાવતા પોલીસકર્મચારી સાથે બોલચાલી બાદ પથ્થર લઈ મારવા આવી ગયો હતો. ત્યાં હાજર પોલીસકર્મચારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માગી હતી. આ દરમિયાન લોકો ભેગા થઈ જતાં નશામાં ભાન ભૂલેલા ભાઈ જમીન પર પડેલા ઇજાગ્રસ્ત ભાઈને મારી નાખવા બૂમો પાડવા લાગ્યો. દંડા અને પથ્થર લઈ તેની પર હુમલો કરવા વારંવાર તેની નજીક આવી રહ્યો હતો.

વધુમાં જણાવતા કહ્યું છે કે લગભગ 30 મિનિટ સુધી પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાનોએ જમીન પર બેભાન પડેલા ભાઈને નશાખોર ભાઈથી બચાવ્યો હતો. ત્યાર પછી 108 આવતાં સારવાર માટે લઈ જવાતાં ભાઈને સ્ટ્રેચર પરથી ફેંકી ઓક્સિજન બોટલ વડે મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બધું નજરે જોઈ રહેલી લોકોની ભીડનો ગુસ્સો બહાર આવતાં લોકોએ નશાખોરની જાહેરમાં જ માર મારવા માટે મજબૂર બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *