Beautiful scenery of waterfalls in junagadh: છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 224 તાલુકામાં વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેરમાં સૌથી વધુ 10.5 ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઇ છે. જેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. જોષીપુરામાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાને લીધે(Beautiful scenery of waterfalls in junagadh) અંડર બ્રિજ બંધ કરાયો છે. પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, જૂનાગઢમાં વરસાદ વરસતા નયનરમ્ય વાતાવરણ પણ સર્જાયું છે. ગિરનાર પર્વત અને દાતાર પર્વત ભારે વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે.
જૂનાગઢમાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે વરસાદ વરસતા નયનરમ્ય વાતાવરણ પણ સર્જાયું છે. ગિરનાર પર્વત અને દાતાર પર્વત ભારે વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે. પર્વત પર વરસાદ વરસતાં ઝરણાં અને ધોધ વહેતાં થયાં છે. પર્વતોની વચ્ચેથી વહેતાં ઝરણાં જાણે કુદરતનું સોળે કળાએ ખીલી ઉઠે છે. દત્ત અને દાતારની ભૂમિમાં આધ્યાત્મ સાથે કુદરતી સૌંદર્ય પણ જોવા મળ્યું છે.
જૂનાગઢ તાલુકામાં છેલ્લા 22 કલાકમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે, ગીરનાર પર્વત પરથી તળેટીમાં જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.
જૂનાગઢમાં ઠેરઠેર ભારે વરસાદના કારણે નદી, નાળા તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવા પાણી આવ્યા છે.
વરસાદ વરસતા નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે. ગિરનાર પર્વત અને દાતાર પર્વત ભારે વરસાદને પગલે ઝરણા વહેતા જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ તાલુકામાં છેલ્લા 22 કલાકમાં સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube