ગુજરાત(Gujarat): ગોંડલ(Gondal) તાલુકાના વાછારા ગામમાં બાજ પક્ષી એ ઝેરી મધમાખીના મધુપુડાને છંછેડતા ઝેરી મધમાખીઓ વિફરી ઉઠી હતી અને બાજુના ખેતરના ગોડાઉન પાસે શ્રમિક પરિવારના 4 જેટલા બાળકો ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો. જેને લીધે વૃદ્ધ ખેડૂતના ધ્યાને આવતા ખેડૂતે પોતાના જીવની પરવાહ કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન અસંખ્ય ઝેરી મધમાખીઓએ ખેડૂત પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂતનું કૃત મોત નીપજ્યું હતું.
શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર મધમાખીઓએ કર્યો હુમલો:
મળતી વિગતો અનુસાર, તાલુકાના વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા (ઉં.વ.69) પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે આકાશમાંથી એક બાજ પક્ષીએ આવી ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ આમતેમ વિફરી ગઈ હતી અને ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા 1.5થી 6 વર્ષના શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર આવીને તૂટી પડી હતી.
પોતાનો જીવ આપીને માસૂમ બાળકોની જિંદગી બચાવી:
વૃદ્ધ ખેડૂત દામજીભાઈ એ પોતાના જાનની જરા પણ પરવા કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી લીધી હતી. દામજીભાઈને સંતાનમાં બે દીકરા અરવિંદભાઈ અને સંજયભાઈ છે તેઓ પણ ખેતીકામ સાથે જોડાયેલા છે. દામજીભાઈ સેવાભાવી સ્વભાવના છે. વાછરા ખાતે લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખે બિરાજી સમાજની અનેક સેવાઓ અને સામાજિક કાર્યો પણ કર્યા હતા અને તેઓના નિધનથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.