મોદી સરકાર બગાડશે ચીનની દિવાળી, ઘડી રહ્યા છે આ માસ્ટર પ્લાન

સરહદ પર ચીન દેશને જોરદાર લપડાક આપ્યા પછી હાલ મોદી સરકાર ચીન દેશની દિવાળી બગાડવાની તૈયારી કરી લીધી છે. ભારત સરકાર દ્વારા દિવાળી અગાઉ જ LED લાઈટોની આયાત પર નજર રાખવાની શરૂઆત કરવામાં આવી છે. સરકારે ઘણા નિયમો ઘડ્યાં છે તેમજ આયાત કરેલી LED લાઈટોને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાંડર્ડ એટલે કે BISનાં નીતિ નિયમોનું આકરું પાલન કરવાનું રહેશે.

ભારત સરકારે આ કાર્ય LED લાઈટોની આયાત ઘટાડવાના હેતુથી કરવામાં આવ્યું છે, આ લાઈટોની ભારત દેશની બજારમાં બહુ દબદબો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા આ સંદર્ભે 17 સપ્ટેમ્બર, 2020નાં દિવસે એક હુકમ આપ્યો હતો. પણ દિવાળીનાં તહેવારોની આ ઋતુમાં ચીન દેશનાં નબળી ગુણવત્તાવાળો માલ હાલ ભારત દેશની બજારમાં વેચવામાં નહીં આવે.

LED સાથેનો માલ-સામાન છેલ્લા 6 વર્ષોથી ભારત દેશની બજારમાં ધુમ મચાવી રહ્યો છે તેમ છતાં ચીન દેશની નબળી કંપનીઓની સામે કોઈ પગલાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા ન હતા. પણ મોદી સરકાર દ્વારા નવા આયાત નિયમો બનાવવામાં આવ્યા છે. એ નિયમોમાં ગુણવત્તા વિશે કડક કામગીરી કરવામાં આવશે. ચીનની નબળી ગુણવત્તાવાળી વસ્તુની આકસ્મિક તપાસ કરવામાં આવશે.

ચીન દેશની વસ્તુઓને નક્કી કરેલાં નિયમોનું પાલન ન કરે તો વસ્તુ પાછી મોકલવામાં આવશે કા તો આયાત કરનારનાં ખર્ચે વસ્તુનો નાશ કરવામાં આવશે. બધા તહેવારમાં ચીનની વસ્તુઓનો દબદબો રહેતો હતો, પણ હવે નહીં રહે. ચીનની વસ્તુની ગુણવત્તા બહુ જ નબળી છે. બજારો તેમજ ઘરોમાં પ્રમાણમાં સસ્તી વસ્તુ પહોંચાડવામાં આવતી હતી. પણ ચીન દેશ સાથેનાં હાલનાં સંબંધોને જોતાં ભારત સરકારનો આ નિર્ણય બહુ મહત્વનો બની ગયો છે. કેમ કે જે માલ નક્કી કરેલાં ધોરણોને પૂર્ણ નથી કરતું, તે ભારત દેશમાં સત્તાવાર રીતે આયાત કરવો મુશ્કેલ બનશે. છતાં પણ ભારત દેશમાં આવો માલ ચીન દેશની સરહદેથી ગેરકાયદેસર ઘુસાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *