બહેનના લગ્ન પહેલાં જ ઉઠી ભાઈની અર્થી: 2500 રૂપિયા માટે કાકાએ જ કુહાડી મારીને ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ, પરિવારમાં છવાયો સન્નાટો

Published on: 2:34 pm, Tue, 12 October 21

હરિયાણા: હરિયાણા(Haryana)ના હિસાર જિલ્લા(Hisar district)માં બહેનના લગ્ન પહેલા જ ભાઇની અર્થી ઉઠી અને ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી. એક યુવાનનું કુહાડી વડે માથાના ભાગે ફટકો મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. હત્યારાઓ મૃતકના પરિચિત હોવાનું જાણવા મળ્યું છે. મૃતકે યુવાનો પાસેથી તેના દૈનિક વેતન માટે 2500 રૂપિયા લેવાના હતા. આ રકમ લગભગ 3 મહિના સુધી બાકી હતી. મૃતકની બહેનના 12 દિવસ પછી લગ્ન થવાના છે. તેને કારણે યુવકને પૈસાની જરૂર હતી.

તેણે આરોપીને પૈસા આપવા બાબતે ઘણી વખત કહ્યું હતું. આ દુશ્મનાવટને કારણે આરોપીએ પૈસા આપવાના બહાને યુવકને ઘરે બોલાવ્યો હતો અને આરોપી પિતા-પુત્રએ માથામાં કુહાડી મારીને તેની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, આરોપીએ તેની હત્યા કર્યા બાદ તેના કાકાને ફોન કરીને કહ્યું હતું કે, તેણે યુવકની હત્યા કરી છે, આવો અને મૃતદેહ લઇ જાવ. પરિવારના નિવેદનના આધારે પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ હત્યા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

હિસાર એચએમટી પોલીસ સ્ટેશનને આપેલી ફરિયાદમાં તેજેન્દ્રએ જણાવ્યું હતું કે, તે બરવાળી ધાણી સબઝી મંડી ચોક હિસારનો રહેવાસી છે. તે મિસ્ત્રીનું કામ કરે છે. તેને બે ભાઈઓ અને એક બહેન છે. સૌથી મોટો તે હતો ત્યારબાદ નાનો ભાઈ અશ્વિની છે અને તેનો નાનો ભાઈ અતુલ હતો. સૌથી નાની બહેન જયા છે. અતુલ અપરિણીત હતો. અતુલે દીપક પાસેથી આશરે 2500 રૂપિયા મજૂરી લેવાના હતા.

રવિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે, દીપકે અતુલને ફોન કરીને મજૂરીના પૈસા લેવા માટે તેના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ અતુલ અને દિનેશ બંને બાઇક પર દીપકના ઘરે ગયા હતા. જ્યાં પહેલેથી જ તૈયાર બેઠેલા દીપક અને તેના પિતા રાહુલે સાથે મળીને દિનેશના માથામાં ડાબી બાજુ કુહાડી વડે હુમલો કર્યો હતો. રાહુલે અતુલના માથામાં વાંસની લાકડી પણ મારી હતી. આ પછી, દીપકે અતુલના માથામાં કુહાડી મારી હતી, જેના કારણે અતુલનું મોત થયું હતું.

ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના આરોપી દીપકના ઘરની બહાર બની હતી. કુહાડી વાગવાથી અતુલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ પછી આરોપીએ દીપકને બોલાવ્યો અને અતુલના કાકા અશોકને કહ્યું હતું કે, મેં અને મારા પિતાએ અતુલની હત્યા કરી નાખી છે. તેને અહીંથી ઉપાડીને લઈ જાઓ.

જાણકારી મળતા જ પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે તેઓએ જોયું કે, દીપક તેના ઘરની સામેની શેરીમાં હાથમાં કુહાડી લઈને બેઠો હતો. તેના પિતા રાહુલ પણ સ્થળ પર હતા. અતુલનો મૃતદેહ ગલીમાં જ લોહીથી ભરેલા ખાબોચિયામાં પડયો હતો. આ સમયે અતુલના પાર્ટનર દિનેશ પણ હાજર હતા. જેણે તેને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. આ ઘટનામાં દિનેશ પણ ઘાયલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.