Harsh Sanghvi appealed to take care of 3 things: આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના દિવસે સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલે તેમજ કોલેજોમાં વિવિધ જૂની પારંપરિક માટી પર રમાતી રમતો તરફ આજનાં બાળકો પ્રેરાય તે માટે રાજ્યની તમામ સ્કૂલોમાં આવી રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
યાદ આવે છે………..
મિત્રોનો એ સાથ,
છાનાછૂપા તોફાનોની વાત,
શાળાએથી આવી રમતો રમવા જવાનો એ ઉત્સાહ,
યાદ આવે છે,
બાળપણના દિવસોનો ઠાઠ !સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતોને પુનઃજીવંત કરશે ! pic.twitter.com/iso5tNtSCw
— Harsh Sanghavi (@sanghaviharsh) January 12, 2024
રાજ્યભરમા 5 લાખ બાળકો રમતો સાથે જોડાશે -સંઘવી
આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi appealed to take care of 3 things) જણાવ્યું છે કે આજે તારીખ 12 મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના દિવસે દેશભરનાં યુવાનો અને દેશ આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવતું હોય છે.
ત્યારે આજે ગુજરાતનાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ગુજરાતભરની હજારો સ્કૂલ તેમજ કોલેજોમાં આખા અઠવાડિયા દરમ્યાન ટેકનોલોજીનાં જમાનામાં, સોશિયલ મીડિયાનાં સમયમાં હાઈટેક રમતો મોબાઈલ પર લેપટોપ પર, ટીવી પર રમાતી રમતોમાંથી મારા રાજ્યનાં યુવાનો બાળકો બહાર આવીને આપણી પારંપરીક માટી પર રમાતી રમતો જેવી કે, રસ્સાખેંચ, ગીલ્લી દંડા, સટોડીયું, લીબું ચમચી, સંગીત ખુરશી જેવી રમતો સાથે યુવાઓ તેમજ બાળકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આ પ્રયાસ થકી પાંચ લાખથી વધુ યુવાનો આ રમતો રમી રહ્યા છે, આપણી માટી જોડે જોડાય, આપણી પારંપરીક રમતો જોડે જોડાય તે માટે સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં આ રીતનું રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તરાયણ પર્વ દરમ્યાન બ્રિજનો ઉપયોગ ટાળવા વિનંતી છે -સંઘવી
ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તરાયણના તહેવારમાં સૌ કોઈએ સામાજીક જવાબદારી સમજવી જોઈએ. તેમજ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરી વેચતો હોવાનું ધ્યાને આવે તો પોલીસને તરત જ જાણ કરવી તેવી હર્ષ સંઘવીએ અપીલ કરી હતી.
ત્યારે ઉત્તરાયણ પર્વનો ઉત્સવ બીજાનાં ઘરમાં દુઃખ ન લાવે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ ઉત્તરાયણનાં દિવસે બ્રિજનો ઉપયોગ ટાળવા વિનંતી કરી છે. તેમજ મહાનગર પાલિકા અને સ્થાનિકો વૃક્ષો અને ટાંકી પરથી દોરી દૂર કરે. ત્યારે સુરતમાં દોરીથી એક યુવતી મોતની ઘટનાં પર હર્ષ સંઘવીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube