નામ લીધા વિના નણંદ નયનાબાએ ભાભી રિવાબાને ઝાટક્યા! ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી

Nainaba v/s Rivaba: એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં છે તે સમયે કોંગ્રેસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણનો અસ્વીકાર…

Nainaba v/s Rivaba: એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં છે તે સમયે કોંગ્રેસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણનો અસ્વીકાર કરવા બદલ ધારાસભ્ય રિવાબા જાડેજાએ સરળ ઉતર આપતા કહ્યું કે રામના નામ પર રાજનીતિ થવી ન જોઈએ. તો બીજી તરફ નયનાબા જાડેજાએ કહ્યું કે કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટા કાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટના ઓપનિંગને લઇને નયનાબાએ સવાલો કર્યા હતા.એટલે આ વખતે ફરી એકવાર નણંદ ભાભી( Nainaba v/s Rivaba ) સામસામે આવી ગયા હોવાનું સામે આવ્યું છે.

નામ લીધા વગર જ નણંદ દ્વારા રીવાબા પર પ્રહાર કરવામાં આવતા
જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને તેમના જન સેવા કેન્દ્રની શરૂઆત કરી હતી. જેમાં તેમને પત્રકારો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા મામલે પૂછાયેલા પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું કે, રામના નામ પર રાજનીતિ ન કરવી જોઈએ. 500 વર્ષ બાદ જ્યારે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.

500 વર્ષ બાદ જયારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે તેમાં રાજનીતિ કરવી જોઈએ નહી. જો કે તેમનું આ નિવેદન વાયરલ થતા જ તેમના નણંદ અને કોંગ્રેસના અગ્રણી નયનાબા જાડેજાએ આકરા પ્રત્યાઘાતમાં કટાક્ષ કરતા કહ્યું કે હાલમાં જ એક ધારાસભ્યએ કેટલાક વિધાનો કર્યા છે પણ (રિવાબાનું નામ લીધુ ન હતું) ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શિખવાની જરૂર નથી.

નણંદ ભોજાઈની નોંકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉનનો મુદ્દો
આ નિવેદન બાદ કોંગ્રેસ પક્ષમાં રહેલા તેમના નણંદ નયનાબા જાડેજાએ નામ લીધા વગર તેમને વળતો રોકડો જવાબ માર્મિક કટાક્ષ કરીને ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શિખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે.

નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતાં તેમણે સવાલ કર્યો હતો કે, પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નહોતી થઈ તો પણ શું તમે તેને શરૂ કરી દીધી હતી? નણંદ ભોજાઈની આ તીખી નોંકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉનનો મુદ્દો બન્યો છે.તમે છોટા કાશીમાં રહો છો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્ણ રીતે મંદિર નિર્માણ થયા બાદ જ થઈ શકે અને શું પાર્લામેન્ટ પુરી થયા પુર્વે તેનું ઉદઘાટન કરાયુ હતું તેવો પ્રશ્ર્ન પૂછયો હતો. રિવાબા અને નયનાબા વચ્ચે અનેક વખત આ પ્રકારે નોકજોક થઈ છે.

આ અગાઉ પણ બંને વચ્ચે આ પ્રકારના વિવાદ થઇ ચુક્યા છે
તમને જણાવી દઈએ કે, આ પ્રકારની નોંકજોક ભૂતકાળમાં પણ અનેક વખત થઈ ચૂકી છે. રિવાબા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે તો નયનાબા રવિન્દ્રના મોટા બહેન છે.