સરકાર પાછી બહેરી થઇ ગઈ છે, ભગતસિંહે બોમ્બ ધડાકો કર્યો હતો તેવો ધમાકો કરશે હાર્દિક અને જીગ્નેશ- જાણો તારીખ અને સમય

મહિલાઓ અત્યાચાર મુદ્દે સરકાર સામે આક્રમક બની વિરોધ કર્યા પછી હવે આગામી ૨૮ માર્ચના રોજ ગુજરાતના બેરોજગાર યુવાનો ના મુદ્દે હું કોંગ્રેસ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ શહીદ વીર ભગતસિંહ વિચારધારા અપનાવવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ જાહેરમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત બજેટ માં યુવાનો માટે નવી ભરતી માટે કોઈપણ યોજનાઓ યોજાઈ નથી.

ગુજરાત સરકારનું બજેટ આખેઆખું કોપી છે. તેઓ એમ પણ કહ્યું હતું કે ૪.૫૦ લાખ જગ્યાઓ હાલમાં ખાલી છે તે ભરવાનું સરકારનું કોઈ પણ આયોજન નથી.ઉપરાંત તેઓ એમ પણ કહ્યું હતું કે પેપર લીક મુદ્દે યોગ્ય કાયદો બનાવવામાં આવે અને આ સમસ્યાનો નિકાલ 45 દિવસોમાં થાય ઉપરાંત શિક્ષક યુવાનને તાત્કાલીક નોકરી આપે. ૨૮મી માર્ચ ના રોજ ગાંધીનગરમાં યુવાનો પોતાના હકની લડાઈ લડશે. અને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિતિ ના નામે લોકોને ગુમરાહ કરવામાં આવે છે એવું પણ કહ્યું હતું.

આગળ જણાવતા તેઓએ કહ્યું હતું કે પેપર લીક મુદ્દે યોગ્ય કાયદો બનાવવામાં આવે અને આ સમસ્યાનો નિકાલ 45 દિવસોમાં થાય ઉપરાંત શિક્ષક યુવાનને તાત્કાલીક નોકરી આપે. ૨૮મી માર્ચ ના રોજ ગાંધીનગરમાં યુવાનો પોતાના હકની લડાઈ લડશે. અને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિતિ ના નામે લોકોને ગુમરાહ કરવામાં આવે છે એવું પણ કહ્યું હતું.

હાર્દિકે કહ્યું કે, 28મી માર્ચે કોંગ્રેસ ફરી વિધાનસભાનો ઘેરાવ કરશે. યુથ કોંગ્રેસ, NSUI અને કોંગ્રેસ કરશે ઘેરાવ. ગુજરાતમાં વધતી બેરોજગારીના કરશે ઘેરાવ. 28મી માર્ચના રોજ ગાંધીનગરમાં ગુજરાતના યુવાનો લડાઈ લડશે. સરકાર બહેરી હોય ત્યારે ધડાકો કરવો જરૂરી છે. શહિદ ભગતસિંહ પણ આવું કહેતા હતા. લોકશાહીમાં અને આંદોલનથી ધડાકો કરીશું.

જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ યુવાનો બેરોજગાર બન્યા. નોટબંધી, GST અને અર્થનીતિના કારણે બેરોજગારો વધ્યા. ગુજરાતમાં 40થી50 લોકો બેરોજગારો છે. કોઈને રોજગારી ન મળે ત્યારે મનરેગા કામ કરે છે. ગુજરાતના 50 ટકા સ્મોલ અને મીડિયમા સ્કેલ માંદા પડી ગયા. મનરેગાના દિવસો 100થી વધારીને 200 કરવા જોઈએ.

ઉપરાંત તેણે કહ્યું કે ૨૮ મી માર્ચે અમે બધા બેરોજગાર યુવાનોને તેમના હક માટે ગાંધીનગર બોલાવીશું અને સરકારને ઘણા બધા સવાલ પૂછી શુ. આ વાતમાં તેણે એમ પણ કહ્યું હતું RSS અને ABVP ના હિન્દુ લોકો પણ આ બેરોજગારી ની સમસ્યાઓ સામે લડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *