Death of a rich beggar in Valsad: વલસાડમાં 50 વર્ષીય અમીર ભિખારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેમના ખિસ્સામાં લાખો રૂપિયા(Death of a rich beggar in Valsad) હોવા છતાં તે ભૂખથી મરી ગયો. તે 2 દિવસ સુધી લાઈબ્રેરીની બહાર પડ્યો રહ્યો, પરંતુ કોઈએ તેને હોસ્પિટલ લઈ જવા જેટલી માનવતા દેખાડી નહીં. આખરે તે મૃત્યુ પામ્યો જેની કોઈ કાર્યવાહી ન થતા લોકોએ પોલીસને ફોન કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહનો કબજો લીધો હતો ત્યારે તપાસ દરમિયાન ભિખારીના ખિસ્સામાંથી રૂ.500, 200 અને 100ની નોટોના બંડલ મળી આવ્યા હતા. ભિખારીના ખિસ્સામાંથી કુલ 1.25 લાખ જેટલી રોકડ રકમ મળી આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, આ ઘટના 2 દિવસ જૂની છે, પરંતુ જ્યારે મૃતકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ભૂખ હોવાનું સામે આવ્યું ત્યારે પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકની ઉંમર 50 વર્ષની આસપાસ છે, પરંતુ તે કોણ છે અને તે ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ મામલો ગુજરાતના વલસાડ વિસ્તારનો છે. જ્યારે લોકોએ પોલીસને બોલાવી ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. રવિવારે એક દુકાનદારે 108 પર ફોન કરીને માહિતી આપી હતી કે, ગાંધી લાઇબ્રેરી પાસે રોડ કિનારે છેલ્લા કેટલાક દિવસોથી એક ભિખારી એ જ સ્થિતિમાં પડેલો છે. પરંતુ હવે તેનું શરીર કોઈ હલચલ કરી રહ્યું નહતું. આથી કોઈ અઘટિત ઘટનાના ડરથી તેણે 108 નંબર પર ફોન કર્યો હતો અને દુકાનદારની વાત સાંભળીને એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પણ પોલીસને બોલાવી.
વલસાડ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા આપતા ભાવેશ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દુકાનવાળાએ તેમને કહ્યું કે, રોડ પર કોઈ ભિખારી પડી રહેલો છે તેનું શરીર કોઈ હલચલ કરી રહ્યું નથી.ત્યારે પોલીસની હાજરીમાં મૃતદેહનો કબજો લેવામાં આવ્યો હતો.જેમાં તલાશી દરમિયાન 1.14 લાખની રોકડ મળી આવી હતી. જેમાં રૂ.500ની 38 નોટો, રૂ.200ની 83 નોટો, રૂ.100ની 537 નોટો અને રૂ.20 અને રૂ.10ની નોટો હતી. રોકડ રકમ મૃતકના સ્વેટરના ખિસ્સામાં પ્લાસ્ટિકની નાની થેલીમાં હતી.
આ ઉપરાંત, વલસાડ સિવિલ હોસ્પિટલના ડો.ક્રિષ્ના પટેલે જણાવ્યું કે, જ્યારે વૃદ્ધને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમણે ચા મંગાવી હતી. અમને લાગ્યું કે તે ભૂખ્યો હતો અને તેનું બ્લડ સુગર લેવલ નીચે ગયું હતું. અમે સલાઈન નાખ્યું અને સારવાર શરૂ કરી, પરંતુ એક કલાક પછી તેનું મૃત્યુ થયું. પોલીસે તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેથી તેની ઓળખ થઈ શકે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube