ભારતીય સિનેમાઘરોમાં રીલીઝ થઇ અક્ષય કુમારની ‘બેલ બોટમ’ -જાણો રીવ્યુ

દર્શકોને બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારની નવી ફિલ્મ બેલ બોટમથી ઘણી આશાઓ હતી. એટલું જ નહીં, આ ફિલ્મ તે તમામ આશાઓ પર ખરી ઉતરી છે. કોરોના વાયરસ બાદ સિનેમાઘરો ખુલવા માટે તૈયાર છે પરંતુ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા માટે જે ફિલ્મની જરૂર છે, તે બેલ બોટમ સાબિત થશે. ખૂબ જ ધમાકેદાર ફિલ્મ બેલ બોટમનું ટ્રેલર હતું અને ફિલ્મ તેનાથી પણ ઉપર છે.

ફિલ્મ બેલ બોટમ એકદમ ક્રીસ્પ ફિલ્મ છે, જે એક ક્ષણ માટે પણ તમારી નજર સ્ક્રીન પરથી હટવા નહીં દે. ડાયરેક્ટર રંજીત તિવારીએ ઉમદા કામ કર્યુ છે. તેમની પાસેથી આવી જ ફાસ્ટ પેસ્ડ ફિલ્મની આશા હતી, જે દર્શકોને હલવાનો મોકો ન આપે અને તે તેમાં સફળ રહ્યાં છે.

જો આ ફિલ્મમાં કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમાર પોતાના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે. દેશભક્તિની ફિલ્મોમાં તેની એક્ટિંગ વધુ નિખરીને સામે આવે છે. તેણે રૉના ખૂફિયા એજન્ટીની ભૂમિકામાં કમાલનું કામ કર્યુ છે. સીરિયસ હોવા છતાં પણ તેણે પોતાના જ અંદાજમાં દર્શકોને ખૂબ હસાવ્યા છે. અક્ષય કુમારે રોમાંચથી ભરપૂર ફિલ્મને પોતાની કોમેડીથી બોરિંગ બનવા દીધી ન હતી.

અક્ષય કુમાર ઉપરાંત વાણી કપૂર, લારા દત્તા, આદિલ હુસેન અને હુમા કુરેશીનું કામ પણ શ્રેષ્ટ છે. આ કલાકારો ઉપરાંત બેલ બોટમની સપોર્ટિંગ સ્ટારકાસ્ટે પણ કમાલનું કામ કર્યુ છે. થિયેટરથી નીકળીને સીધી મગજમાં બેલ બોટમની ટ્યુન રહી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *