પૂજામાં વાપરતાં આ ફૂલ અનેક રોગો છે રામબાણ ઈલાજ- ચામડીના રોગો માટે અકસીર અને ચહેરા છે માટે વરદાન

Benefits of Thevetia Flowers: કરેણનો છોડ એક એવો છોડ છે જે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. તમે ઘણી વાર જોયું હશે તો તેના ફૂલ…

Benefits of Thevetia Flowers: કરેણનો છોડ એક એવો છોડ છે જે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. તમે ઘણી વાર જોયું હશે તો તેના ફૂલ રસ્તે રઝળતા હોય છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે કરેણના ફૂલ પણ એક અમૂલ્ય ઔષધી છે. તેનાથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળે છે તેમજ બીમારીઓથી બચી શકાય છે. હંમેશા આપણા શરીરને સ્વસ્થ રાખી શકાય છે.કરેણના પાનથી લઈને ફૂલ અને છાલ સુધી દરેક ભાગોમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે, જેનો ઉપયોગ ઘાને રૂઝાવવા અને ઘા સુકવવા માટે કરવામાં આવે છે. આ ફૂલ માથાનો દુખાવો તેમજ દાંતના દુખાવા માટે પણ ખૂબ ફાયદાકારક(Benefits of Thevetia Flowers) છે. સફેદ કરેણની ડાળીથી દાતણ કરવાથી દાંતમાંથી લોહી આવવાની સમસ્યાથી મુક્તિ મળે છે, આ સાથે દાંત પણ મજબૂત થાય છે.

કરેણના ફૂલ ઘાવની સમસ્યામાં ખુબ જ અસરકારક
કરેણનો છોડ મંદિર તેમજ રોડના કિનારે વધારે જોવા મળે છે.કરેણના ફૂલ પીળા કલરના હોય છે. કરેણના છોડ ત્રણ પ્રકારના હોય છે એક પીળા ફૂલ વાળા, બીજા લાલ ફૂલ વાળા અને ત્રીજા સફેદ ફૂલ વાળા. ઔષધીમાં મોટાભાગે પીળા કરેણના છોડનો ઉપયોગ વધુ થતો હોય છે. અમૂક લોકોનું કહેવું છે કે કરેણના છોડ એટલા ઝેરીલા હોય છે કે સાપ તેની આજુબાજુ પણ નથી આવતા. કરેણનો રસ સ્વાદમાં કડવો અને તીખો હોય છે. તેનું પાકેલું ફળ પણ કડવું હોય છે તે ત્વચા સંબંધી બીમારીઓ અને ઘાવની સમસ્યામાં ખુબ જ અસરકારક ગણાય છે. આ ઉપરાંત અનેક રીતે અલગ અલગ સમસ્યાઓમાં પણ ઉપચારમાં લેવાય છે.

ફોડલીઓ અને ફન્ગશ થશે દૂર
તમને કોઈ વાગ્યાનો ઘાવ પડી ગયો હોય તો કરેણના પાંદડાને સૂકવી તેને પીસીને તેનો પાવડર બનાવી તેને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ઘાવ જલ્દી રૂજાઈ જાય છે.આ ઉપરાંત ફોડલીઓ અને ફન્ગશ થઇ ગઈ હોય તો કરેણના લાલ ફૂલોને પીસીને એક પેસ્ટ બનાવી લો. ફોડલીઓ વગેરે પર દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લગાવો. તેનાથી તે ઝડપથી ઠીક થઇ જાય છે.

ધાધર પર લગાવવાથી ધાધર દુર થાય છે
આ ઉપરાંત કરેણના પાંદડાને વાટીને એટલે કે તેને પીસીને દિવસ દરમિયાન બે થી ત્રણ વાર ધાધર પર લગાવવાથી ધાધર દુર થાય છે. લાલ અથવા સફેદ ફૂલ વાળા કરેણના મૂળને ગૌમૂત્રમાં ઘસીને લગાવવાથી પણ ધાધર અને દાગ જેવી સમસ્યા દૂર થાય છે.

હરસના મસા સુકાઈને ગાયબ થઇ જાય છે
હરસની સમસ્યા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. કરેણ અને લીમડાના પાંદડા બંનેને એક સાથે પીસીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ હરસના મસા પર નિયમિત દિવસ દરમિયાન બેથી ત્રણ વખત આ લેપ લગાવવો. તેનાથી હરસના મસા સુકાઈને ગાયબ થઇ જાય છે.

કોઈ કૂતરું કરડે તો તેના માટે બેસ્ટ ઉપચાર સાબિત થાય છે. તેના માટે સફેદ કરેણના મૂળની છાલનું ચૂરણ બનાવી 60ml ની માત્રામાં ચાર ચમચી દૂધ સાથે મિક્સ કરી દિવસમાં બે વખત પીવું. આવું અઠવાડિયા સુધી કરવાથી ઈન્જેકસન લગાવ્યા વગર જ કૂતરાની લાળ દૂર થઇ જાય છે.

કોઢનો રોગ અટકાવે છે
જો તમારા શરીર પર કોઢ રોગ થયો છે મતલબ કે સફેદ દાગ છે તો 200 ગ્રામ કરેણના પાંદડાને એક ડોલ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તે પાણીથી નહાવું. આવું નિયમિત કરવાથી સફેદ દાગ દૂર થાય છે. આ ઉપરાંત સફેદ કલરના કરેણના ૧૦૦ ગ્રામ પાંદડાને બે લીટરપાણીમાં ઉકાળો તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક લીટર પાણી બચે. ત્યાર બાદ તેને એક ડોલ સ્નાન કરવાના પાણીમાં ઉમેરી તેનાથી નિયમિત સ્નાન કરવાથી ચારથી પાંચ મહિનાની અંદર કોઢ દૂર થાય છે.