લ્યો બોલો! હવે તો કચરો વીણનારી મહિલા પણ બોલે છે ફાડું English- વિશ્વાસ ન આવે તો જુઓ વિડીયો

સોસિયલ મીડિયા પર અવારનવાર સોસિયલ મીડિયા પર વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. એવું કહેવામાં આવે છે કે, તમામ ચમકનારી વસ્તુ સોનું હોતી નથી. એ જ રીતે કોઈના લુકને જોઈ તેના અંગે ધોરણા બાંધવી પણ ખોટી છે.

જે દેખાઈ રહ્યું છે કે, જે સત્ય જ હોય એવું જરૂરી નથી. બેંગલુરુના માર્ગ પર કચરો વીણનાર એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાને જોઈ તમે વિશ્વાસ નહીં કરો કે, આટલું સારું અંગ્રેજી તે કેવી રીતે બોલી શકે છે.

સચિના હેગર નામની મહિલાએ આ વીડિયો શૅર કર્યો છે. સચિના જણાવે છે કે, કામના સંબંધમાં માર્ગથી પસાર થતી વખતે તેમની મુલાકાત કચરો વીણનાર આ મહિલા સાથે થયો ત્યારે બંને વચ્ચે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે, કચરો વીણનાર મહિલા ફાંકડું અંગ્રેજી બોલી શકે છે. તેણે અંગ્રેજીમાં સચિનાને પોતાના અંગેની વાતો જણાવી હતી.

સચિના હેગરે ખુબ લાંબા સમય સુધી આ મહિલા સાથે વાતચીત કરી હતી. વાતચીતના ક્રમમાં જ્યારે સચિનાએ પૂછ્યું હતું કે, શું તેઓ એકલા જ રહે છે તો જીસસ ક્રાઇસ્ટની તસવીર દર્શાવી જણાવ્યું કે, ભગવાન હોય તો કોઈ એકલું કેવી રીતે રહી શકે છે? આ વાતને સચિનાને ઇમોશનલ કરી દીધી હતી.

હવે સચિનાએ આ વીડિયો શેર કરીને લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ મહિલાને શોધીને તેની મદદ કરે છે. લોકોને આ વીડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. તમામ લોકો મહિલાનું અંગ્રેજી તથા તેની વાતચીત કરવાની રીતથી પ્રભાવિત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *