વિડીયો / મોરબી દુર્ઘટનાને લઈને રાજભા ગઢવીએ જાણો કોને કહ્યું કે, ‘તમે માણસના પેટના નથી’

ગુજરાત(Gujarat): 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તુટી(Morbi Bridge collapsed) પડવાની કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને નહિ પરંતુ ભારતને સ્તબ્ધ કરી દીધું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી(Narendra Modi)ના મોરબી આગમન સમયે રાતોરાત જ મોરબી સિવિલ હોસ્પિટલ(Morbi Civil Hospital)નો વિકાસ કરવામાં આવ્યો હતો એટલે કે રાતોરાત જ કલરકામ અને બીજી અન્ય સજાવટ શરુ થઇ ગઈ હતી. ત્યારે હવે ઘટનાને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ માનવ જાત માટે કાળી ટીલી સમાન ગણાવી જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પીટલના સત્તાધીશોને માણસના પેટના ન હોવાના આકરા શબ્દો ઉચ્ચાર્યા હતા.

હોસ્પિટલના સત્તાધીશોને લીધા આડેહાથ:
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામા અનેક લોકોના મૃત્યુને કારણે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પણ હાહાકાર મચી ગયો છે ત્યારે આ દુર્ઘટના બાદ તા.1 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ખંઢેર જેવી હાલતમાં રહેલી સિવિલ હોસ્પિટલને રાતોરાત કલરકામ અને બહારથી સારા પલંગ, ગાદલા રાખી દેખાડો કરવામાં આવતા આ બાબત ટીકાપાત્ર બની ગઈ હતી ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને લોક સાહિત્ય કાર રાજભા ગઢવીએ એક કાર્યક્રમમાં જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને માણસના પેટના ન હોવાના આકરા શબ્દો કહ્યા હતા.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ:
વાયરલ થયેલ વિડીયોમા રાજભા ગઢવી કહી રહ્યા છે કે, હું કોઈ પક્ષનો માણસ નથી મારા માટે બધા સરખા છે. પરંતુ મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ મોદી સાહેબ આવે અને રાતો રાત સિવિલ હોસ્પિટલને સારી બતાવવા જે રંગરોગાન થયા તે માનવ જાત માટે કાળી ટિલી સમાન છે.

લોકોને બચાવનારાના કર્યાં વખાણ:
વધુમાં તેઓએ ઉમેર્યું કે, રાતો રાત ગ્રાન્ટ વગર તો કઈ થતું નથી, આના કરતા પહેલા જ હોસ્પિટલને સારી રાખી હોત તો કહી ઉમેર્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માણસના પેટના નથી, આ વિડીયોમાં રાજભા ગઢવીએ પોતાના જીવને જોખમમાં મુકીને અનેક લોકોને બચાવનાર યુવાનના પણ વખાણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *