MAA mogal: મોગલ માંના દરબારમાં જે ભક્ત પોતાની માનતા લઈને આવે છે તે ક્યારેય દુઃખી થઈને પાછો જતો નથી આજ સુધીનો ઇતિહાસ કહે છે કે અહીં આવનાર ભક્ત જો કોઈ સાચા દિલથી સાચા હૃદયથી કે સાચા મનથી(MAA mogal) અને શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં મસ્તક નમાવીને(MAA mogal) પ્રાર્થના કરે છે અરજ કરે છે તો માતા જી તેના દરેક દુઃખ દૂર કરી આપે છે.
મોગલ માતાના પરચા પણ અપરંપાર છે આજે પણ મોગલ માતા આ પૃથ્વી પર સાક્ષાત હોવાના અનેક પુરાવાઓ પણ મળી આવ્યા છે આ પરચાઓ બતાવે છે કે મોગલ માતાજી અહીં સાક્ષાત હાજરાહજૂર બેઠા છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે.
મોગલ માતાનો પ્રસિદ્ધ મંદિર આવેલું છે ગુજરાતના છેવાડાના જિલ્લા એટલે કે કચ્છ જિલ્લાના કબરાઉ ખાતે આવેલું છે. મોગલ માતાનું વિશાળ મંદિર આવેલું છે જે આખા ગુજરાતમાં ખૂબ જ જાણીતું બનેલું છે અહીં આવનાર તમામ ભક્ત પોતાની મનોકામનાઓ લઈને માતાજીના દર્શન કરવા માટે આવે છે અને જ્યારે આ મનોકામના પૂરી થાય છે ત્યારે ભક્ત ફરીથી પોતાની માનતા પૂરી કરવા માટે પણ અહીં આવતા હોય છે.
ભક્તોની અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ માં મોગલ સાથે ઘણો જોડાયેલો છે અને તેથી જ મા મોગલ ભક્તોના દુઃખ દૂર કરી દે છે તેમના જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમનું રક્ષણ પણ કરતા હોય છે. માં મોગલ તો ભક્તોને પોતાના દીકરાની જેમ સાચવે છે અને ભક્તો પણ માતાજી પર ખૂબ મોટો વિશ્વાસ રાખે છે.જેથી તેમની કોઈ દિવસ નિષ્ફળતા હાથ નથી લાગતી અને જીવનમાં સફળતા રહે છે.
પૂરી કરવા આવનાર ભક્તો માતાજીના ચરણોમાં રૂપિયા ધાતા હોય છે ત્યારે ગાદી પર બિરાજમાન થયેલા મણીધર બાપુ હંમેશા કહેતા હોય છે કે માતાજીને તો પૈસાની કોઈ જરૂર નથી માતાજી પૈસાના કોઈ ભૂખ્યા નથી.માતાજી તો માત્ર ને માત્ર તમારા ભાવના ભૂખ્યા છે. તમે આ રીતે માતાજીનું નામ હર હંમેશા સાચી શ્રદ્ધાથી લેશો તો માતાજી તમારી પડખે ઊભા રહેશે અને તમારા જીવનમાં આવેલા દુઃખોને દૂર કરશે હંમેશા તમારો ચહેરો સદાય ખુશીઓથી ભરી દેશે.
અહીં મંદિરમાં આવા જ એક ભક્ત કે જેવો ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા જ તાલુકામાંથી આવ્યા હતા કે જેમનું નામ હતું અશ્વિનભાઈ સુથાર તેઓ પોતાને માનતા પૂરી થઈ જતા અહીં મંદિરમાં માનતા પૂરી કરવા માટે આવ્યા હતા.
તેમને હાજર રહેલા મણીધર બાપુને કહ્યું કે મારી ભાભીને હૃદયનો હુમલો આવ્યો હતો, ત્યારે પરિવારના સૌ કોઈ લોકો ડરી ગયા હતા અને ચિંતામાં આવી ગયા હતા ત્યારે મેં મોગલ માતાને અરજ કરી એમાં સૌ સારું થઈ જશે તો હું કચ્છ કબરાઉ ધામ આવીને દર્શન કરીશ અને મારી માનતા પૂરી કરી દઈશ.
મોગલ માતાના ચમત્કારથી ભાભીને આવેલો હૃદયનો હુમલો એ શાંત થઈ ગયો અને સૌ સારું થઈ ગયું તબિયત અત્યારે હાલ એકદમ સુધારા પર હોવાથી માતાજીના ઘણા આશીર્વાદ મળ્યા છે.
તેઓને આગળનું જીવન જીવવા માટે અને તેથી જ અમે અહીં આ માતાજીને માનતા માની હતી તે પૂરી થઈ ગઈ અને હવે અમે માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ એમ કહી મણીધર બાપુને તેઓ 5000 રૂપિયા ધરે છે બાપુ કહે છે કે તમારી 25 ગણી માતાજીએ માનતા અને સ્વીકાર કરે છે અને હવે તેમાં એક રૂપિયો ઉમેરીને તેઓ પાછો કરે છે અને કહે છે કે આ રૂપિયા તમે તમારી દીકરી અને બહેન માટે વાપરશો તો માતાજી બહુ જ ખુશ થશે.તમે આ જ રીતે શ્રદ્ધાથી વિશ્વાસથી માતાજીનું નામ લેતા રહેશો તમારા દરેક દુઃખ ધીમે ધીમે માતાજી પૂરા કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
Be the first to comment on "જ્યાં દવા કામ ન આવે ત્યાં માં મોગલની દુઆ કામ આવે- ભાભીને હદયનો હુમલો આવતા રાખી માનતા અને થયો એવો ચમત્કાર કે…"