હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનો લેવાયો ભોગ: ચાલીને માતાજીના દર્શન કરવા જતા 20 વર્ષના યુવકને બેકાબુ કારે કચડી નાખ્યો

Youth dies in hit and run in Rajkot: આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માત હોય છે કે જેને જોઈને આપણું હૃદય થપકી ઊઠે છે. આવો જ એક કિસ્સો રાજકોટના(Youth dies in hit and run in Rajkot) જસદણ તાલુકા માંથી સામે આવી રહ્યો છે.

રાજકોટના જસદણ તાલુકાના બાખલવડ ગામ નજીક એક અજાણ્યા કાર ચાલકે રાહદારી ચાલીને એક કોળી યુવાન ધર્મેશ હરેશભાઈ ઉર્ફ હરિભાઈ ડાંગર અને મોત નિપજવા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે હિટ એન્ડ રન નો ગુનો નોંધવા માં આવ્યો છે

આ અંગેની માહિતી અનુસાર બાખલવડ ગામે રહેતો ધર્મેશ ડાંગર અને બીજા અન્ય યુવાન ગઈકાલે સવારે ગરડીયા ગામ મેલડી માતાજીના મંદિરે ચાલીને દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ ક્યાંથી પાછા આવી રહ્યા હતા પરંતુ વાહન ન મળતા તેઓ ચાલીને જ બાખલવડ આવી રહ્યા હતા.

જ્યારે બાખલવડ નજીક ખાતરના ગોડાઉન પાસે એક ફૂલ ઝડપે નીકળતી બ્રેઝા કારના ચાલકો રોડની સાઈડમાં ચાલતા ધર્મેશ ને અડફેટે લઈ રોડ પર ફંગોળી દીધો હતો. અજાણ્યો કાર ચાલક ફૂલ ઝડપે ત્યાંથી ભાગી ગયો હતો. અન્ય રાહદારી વાહન ચાલકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને ધર્મેશને ગંભીર હાલતમાં જસદણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેને શિફ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ધર્મેશ છે દમ તોડી દેતા પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે. બે ભાઈઓને બહેનમાં તે બીજા નંબરે આવતો હતો. પોલીસ અજાણ્યા કારચાલક ની શોધ કોડ હાથ ધરી ગુનો નોંધવા આવ્યો હતો. યુવાનના મોથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર પરિવાર શોખમાં ગળકાવ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *