ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં બે દિવસ પહેલા ગુમ થયેલી 17 વર્ષની સગીર યુવતીની લાશ નદીના કાંઠે મળી આવી હતી. સગીર યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ગામ નજીક ઇટના ભટ્ટા ઓપરેટરે બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને તેના પર એસિડ ફેકીને મારી નાખી હતી.
આ કેસમાં પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો નથી. હવે બાળકીનું પોસ્ટમોર્ટમ ફરી પાંચ ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 17 વર્ષની યુવતી ખેતરમાં ઢોર ચરાવતી વખતે અચાનક ગુમ થઈ ગઈ હતી.
આ મામલે પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે કલમ 363 હેઠળ ગુનો નોંધ્યો હતો અને સગીર યુવતીની શોધખોળ હાથ ધરી છે. આ દરમિયાન સગીર બાળકીનો મૃતદેહ નદીના કાંઠે ઝાડીમાંથી મળી આવ્યો હતો. ડેડબોડી ખરાબ થઈ ગઈ હતી. છોકરી પર એસિડ રેડવામાં આવ્યું હતું.
આ કેસમાં પોલીસ અધિક્ષક રામ બદનસિંહે જણાવ્યું હતું કે, યુવતીનું પોસ્ટ મોર્ટમ મોડી રાત્રે કરવામાં આવ્યું છે. બળાત્કાર અને ખૂનનો મામલો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હજુ બહાર આવ્યો નથી. પાણીમાં ડૂબીને મોતની વાત સામે આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, સંબંધીઓ દ્વારા જે રીતે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેના કારણે હવે યુવતીનું પોસ્ટ મોર્ટમ ફરી વખત કરાશે. પાંચ ડોકટરોની ટીમ આજે પોસ્ટમોર્ટમ કરશે, જેથી આ કેસમાં ઉદભવતા પ્રશ્નોના જવાબ મળી શકે.
પોલીસ અધિક્ષક રામ બદનસિંહે કહ્યું કે, પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. આમાં ઘણા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews