આજે પણ અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રમે છે રાસલીલા- જોવાનો પ્રયાસ કરનારા લોકોની એવી હાલત થાય છે કે, વિજ્ઞાન પણ છે હેરાન

કેટલીક વસ્તુઓ દુનિયામાં એવી છે કે, જેના જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. આધ્યાત્મિકતાની દુનિયામાં આવા ઘણા રહસ્યો છે જે કોઈપણ વૈજ્ઞાનિક પરિભાષાની બહાર છે. વૃંદાવનમાં સ્થિત નિધિ વનનું રહસ્ય પણ આવું કઈક છે. જાણવા મળ્યું છે કે, આ અલૌકિક વનમાં અડધી રાત્રે ભગવાન કૃષ્ણ, રાધા અને ગોપીઓ રાસ-લીલા રમે છે.

આ પ્રેમ લીલાને જોનાર વ્યક્તિ તેની આંખો ગુમાવે છે અથવા પાગલ થઈ જાય છે. નિધીવનમાં તુલસીનાં વૃક્ષો છે જે રાસલીલા વખતે ગોપીઓ બની જાય છે. અહીં દરેક તુલસીનો છોડ જોડીમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જ્યારે શ્રી કૃષ્ણ અને રાધા રાસલીલા કરે છે, ત્યારે આ તુલસીના છોડ ગોપીઓ બને છે અને સવારે તે તુલસીના છોડમાં પરિવર્તિત થાય છે.

અહીં વાવેલ વૃક્ષોની ડાળીઓ ઉપરની તરફ નહીં પણ નીચેની તરફ ઉગે છે. આ વૃક્ષો એવી રીતે ફેલાયેલા છે કે, આ વૃક્ષોને રસ્તો બનાવવા માટે લાકડીઓની મદદથી રોકવામાં આવ્યા છે. જંગલની આસપાસ બનેલા ઘરોમાં બારીઓ નથી, જંગલની નજીક બનેલા મકાનોમાં બારીઓ રાખવામાં આવી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સાંજ પછી કોઈ આ જંગલ તરફ જોતું નથી. જેઓએ જોવાનો પ્રયત્ન કર્યો તેઓ અંધ થાય છે અથવા પાગલ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *