ભવનેશ્વર, તારીખ 6 ભારતીય રિઝર્વ બેંક દ્વારા યસ બેન્કમાં ખાતેદારોને નાણા ઉપાડવા માટે રૂપિયા ૫૦ હજારની મર્યાદામાં મુકતા લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો છે. લોકોને બેંકના ખાતામાં પોતાના ની ચિંતા સતાવી રહી છે. તે સમયે મહાપ્રભુ શ્રી જગન્નાથજી પણ બેંકમાં તેમના રૂપિયાની સલામતી અંગે ચિંતિત છે. યસ બેન્કમાં ભગવાન જગન્નાથજીના ૫૪૫ કરોડ રૂપિયા જમા હોવાનું બહાર આવ્યું છે.
આરબીઆઇના નિયંત્રણ પછી હવે આટલા મોટા પ્રમાણમાં બેન્કમાંથી જમા રકમ કેવી રીતે કાઢવી તે અંગે જગન્નાથ પુરીના જગન્નાથ મંદિરના પૂજારી અને ભકતો ખૂબ જ ચિંતિત છે. ભક્તોએ આ બાબતમાં મુખ્યમંત્રી નવીન પટનાયકને હસ્તક્ષેપ કરીને આરબીઆઈ અને નાણામંત્રી અને વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી ભગવાન જગન્નાથના ૫૪૫ કરોડ માંગ્યા હતા.
મહાપ્રભુની આ રકમથી મંદિર ચાલી રહ્યું છે અને અધિકારીથી લઇને કર્મચારી સુધી બધાના પગાર આ રકમમાંથી ચૂકવાય છે. એક અઠવાડિયા પહેલાં જ મંદિર સંચાલનની સમિતિની બેઠકમાં યસ બેન્ક માં નાના મૂકવા અંગે હોબાળો મચ્યો હતો. સંચાલન સમિતિ એ રાષ્ટ્રીય બેંકોની અવગણના કરીને ખાનગી બેંકમાં નાણાં રોકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંચાલન સમિતિ એ આક્ષેપ કર્યા હતા કે અગાઉ રાષ્ટ્રીય બેંકોમાં ભગવાન જગન્નાથનું ભંડોળ જમા થયું હતું. પરંતુ અગમ્ય કારણોસર યસ બેન્કમાં નાણાં જમા કરાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.