રવિવારની સવારથી ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ મચી છે. સવારે કોંગ્રેસના અમુક ધારા સભ્યોએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર વહેતા થયા છે. ત્યારથી કોંગ્રેસ ચિંતાતુર બની છે. કોંગ્રેસના જેટલા વધુ ધારાસભ્યો રાજીનામાની આવશે તેનો સીધો ફાયદો ભાજપ ને થશે. તેમજ બન્ને પક્ષના નેતાઓ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે.
“”અપ-પ્રચારથી આઘા રેજો””
હાલ કોંગ્રેસના એક પણ
ઈમાનદાર ધારાસભ્યશ્રીએ
રાજીનામું આપ્યું નથી…!@રાજ્યસભાની રમખાણ.
— Paresh Dhanani (@paresh_dhanani) March 15, 2020
ગઈકાલે ધારાસભ્યોના રાજીનામાની વાતો વહેતી થતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું હતું કે, અપપ્રચારથી આઘા રહેજો. હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી…!
“અસત્યથી આઘા રહેજો.”
કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ
રાજીનામા આપ્યાં..– સ્પીકરશ્રી @trajendrabjp, વિધાનસભા, ગુજરાત@INCGujarat માં રમખાણ.. https://t.co/trEz3q4c46
— Bharat Pandya (@bharatpandyabjp) March 16, 2020
પરેશ ધાનાણીના આ ટ્વિટનો જવાબ આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આજે વિધાનસભાના અધ્યક્ષને ટેગ કરી ટ્વિટ કર્યું કે,અસત્યથી આઘા રહેજો. કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.