વર્ષોની માફક ફરીવાર કોંગ્રેસની હાલત 2015 પહેલા જેવી થઈ ગઈ છે. પાટીદારો આપ તરફ વળી ગયા છે અને ભાજપમાંથી કોંગ્રેસ તરફ વળેલા પાટીદારો ફરી પાછા ભાજપ તરફ વળી જાય તે માટે વર્ષોથી સેટિંગના દાવ રમતા ભરતસિંહ ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ બનવા સક્રિય થયા છે. કોંગ્રેસમાં છેલ્લા ૧૫ વર્ષથી ભરતસિંહ નું રાજ ચાલે છે. ચૂંટણીઓ હારી જઈને રાજીનામાના ખેલ રમે અને પાછા લોબિંગ કરીને પ્રમુખ બની જાય. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ પણ આવા નેતાઓને હજુ પારખી શકી નથી જેનું કારણ છે ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરનાર પાટીદારોની અવગણના.
મળતી માહિતી અનુસાર હવે ફરી પાછા પોતાના ભાણીયા ભાઈના સ્થાને ભરતસિંહને આવવું છે. જેથી દિલ્હી દરબારમાં જીહજૂરી કરવાની શરૂઆત કરી દીધી છે. માર્ચના અંત સુધીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે તેવી પણ માહિતી સામે આવી રહી છે. હાઈકમાન્ડ પણ આ વખતે ગુજરાતના કથળતી કોંગ્રેસની સ્થિતિને લઈને નવા નેતાને તક આપી શકે તેવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે નવા અને સારા નહી પણ પોતાને નેતા બનાવડાવવા ભરતસિંહ હડીયાપાટી શરુ કરી છે. જો આ પ્રયાસોમાં સફળ ન થાય તો તેઓ જયરાજસિંહને પોતાના રબર સ્ટેમ્પ તરીકે મુકવા પણ લોબિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન હાઈકમાન્ડને બ્લેકમેલ કરીને ભરતસિંહ સોલંકીએ જે પ્રકારે રાજ્ય સભાની ટિકિટ લાવ્યા હતા તે પ્રકારે ભરતસિંહ સોલંકી પ્રદેશ અધ્યક્ષ બનવા માટે પણ દબાણ વધારવા દિલ્હી લોબિંગ કરવા પહોંચ્યા છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં પાટીદાર ચહેરો આવશે તેવા સંકેતો મળી રહ્મયા છે જેમાં પ્રવક્તા મનહર પટેલ, દીપક બાબરીયા અને પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતા માટે ધારાસભ્ય પુંજાભાઈ વંશ, ધારાસભ્ય શૈલેષ પરમાર અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઈકમાંડ હવે ગુજરાતના પ્રભારી રાજીવ સતાવને બદલીને અશોક ગેહલોતને આ જવાબદારી સોંપી શકે છે. કેમકે ગુજરાત કોંગ્રેસને ૨૦૧૭મ મજબુત સ્થિતિમાં લાવનાર અશોક ગેહલોત હતા. જયારે રાજીવ સાતવે પણ ભરતસિંહના ઇશારે ચાલીને કોંગ્રેસનું કાસળ કાઢવામાં કશું બાકી રાખ્યું નથી તેવા આરોપો લાગી ચુક્યા છે. હાર્દિક પટેલ પણ પોતાની નારાજગી હાલના નેતાઓ વિરુદ્ધ દેખાડી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle