યુનિવર્સીટીના કેમ્પસમાં ખુલેઆમ યુવક-યુવતીએ કર્યો રોમાન્સ- જુઓ વાયરલ વિડીયો

હાલમાં યુવાનો ફેમસ થવા માટે અવારનવાર વિડીઓ સોશિયલ મીડિયા પર મુકતા જોવા મળે છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ…

હાલમાં યુવાનો ફેમસ થવા માટે અવારનવાર વિડીઓ સોશિયલ મીડિયા પર મુકતા જોવા મળે છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ યુનિવર્સિટીએ પોતાના એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને એટલા માટે કાઢી મૂક્યા કારણ કે, વિદ્યાર્થીએ ખુલ્લેઆમ ઘૂંટણિયે બેસીને સાથી વિદ્યાર્થીનીને ફૂલ આપ્યા અને પછી તે વિદ્યાર્થીનીને ભેટી પડ્યો. હકીકતમાં કેમ્પસની અંદર આ રીતે ભેટવું અને પ્રેમ પ્રસ્તાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કાર્યવાહી કરતા બંને વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવ્યા છે.

આખરે ઈન્તેજાર પૂરો- બુમરાહે કર્યા આ રૂપસુંદરી સાથે લગ્ન કર્યા, વિવાહના ભવ્ય ફોટો જુઓ અહિયાં

યુનિવર્સિટીની વિશેષ અનુશાસન સમિતિએ શુક્રવારે બેઠક કરીને બંને વિદ્યાર્થીઓને તલબ કર્યા હતા. પરંતુ, બંને બોલાવવા છતાં ત્યાં પહોંચ્યા નહીં અને સમિતિ દ્વારા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના અધિકૃત નિવેદનમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવાનો અને બંનેના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને સમિતિએ શેર કર્યો છે. યુનિવર્સિટી પ્રશાસન તરફથી કહેવાયું છે કે, બંને વિદ્યાર્થી દ્વારા ખોટો વ્યવહાર કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીના નિયમોનો ભંગ પણ કરવામાં આવ્યો છે.

પ્રેમ પ્રસ્તાવનો આ વીડિયો ટ્વિટર પર ખુબ ચાલ્યો અને ગયા ગુરુવારે તે સોશિયલ મીડિયામાં ટોપ સર્ચમાં હતો. વાયરલ વીડિયોમાં છોકરી ઘૂંટણિયે જમીન પર બેઠી હતી અને હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને છોકરાને પ્રેમ પ્રસ્તાવ આપે છે. છોકરો આ ગુલદસ્તો લઈ લે છે અને છોકરીને ભેટી પડે છે. આસપાસ રહેલા વિદ્યાર્થીઓ બંનેના હોસલાને વધારી રહેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બંનેને કાઢી મૂકવાના નિર્ણય પર ઈન્ટરનેટ પર મિક્સ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એક યૂઝરે મોહબ્બતે ફિલ્મના અમિતાભ બચ્ચનની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, યુનિવર્સિટીના પ્રધાનાધ્યાપક. નોંધનીય છે કે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગુરુકૂળના પ્રિન્સિપાલ હતા જે પ્રેમ અને મોહબ્બતની વિરુદ્ધમાં હતા. આ કિસ્સો પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટીનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *