Liquor seized in Bharuch: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે. રાજ્યમાં રોજ અનેક જગ્યા પરથી દારૂ પકડાતું હોય છે. તેવી જ એક ઘટના રાજ્યના ભરૂચ(Liquor seized in Bharuch) જિલ્લામાંથી સામે આવી રહી છે. દારૂના વેપારીઓ અનેક રીતે દારૂને ગુજરાતમાં લાવી રહ્યા છે.
ભરૂચ પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેરના વેપલાને પકડી પાડ્યો છે. એક યુવકની પણ ધરપકડ. બુટલેગરે પોલીસને ચકમો આપવા ટેમ્પોની બોડીમાં એક ચોરખાનું બનાવ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે પોલીસે આ ચોરખાનું શોધી કાઢી અને 9368 બોટલ દારૂ પકડી પાડ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટએ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી દીધી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.વાળા તથા ટીમ પાલેજ નજીક NH 48 ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે ” આઇસર ટેમ્પો નંબર GJ 14 7 4214 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ હતો અને આ આઇસર ભરુચ તરફથી આવી વડોદરા તરફ જઈ રહ્યો હતો.
જે મુજબની ચોક્ક્સ માહિતી આધારે પાલેજ નેશનલ હાઇવે પર કોચ ગોઠવવામાં આવી હતી. આ ટેમ્પોમાં ચોરખાનું હોવાની પણ પોલીસને માહિતી મળી હતી. પોલીસે પાલેજ બ્રિજ નજીક આયસરને પકડી પાડી તેમાં તપાસ કરતા ચોરખાનુ શોધી કાઢી 9368 બોટલ વિદેશી દારૂ સાથે મુકેશભાઇ જગાભાઇ રાઠોડ ઉ.વ.38 મુળ રહેવાસી, ડોળીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગરને પકડી પાડ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube