ભરૂચમાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

Published on Trishul News at 12:49 PM, Wed, 8 November 2023

Last modified on November 8th, 2023 at 1:01 PM

Liquor seized in Bharuch: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે. રાજ્યમાં રોજ અનેક જગ્યા પરથી દારૂ પકડાતું હોય છે. તેવી જ એક ઘટના રાજ્યના ભરૂચ(Liquor seized in Bharuch) જિલ્લામાંથી સામે આવી રહી છે. દારૂના વેપારીઓ અનેક રીતે દારૂને ગુજરાતમાં લાવી રહ્યા છે.

ભરૂચ પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેરના વેપલાને પકડી પાડ્યો છે. એક યુવકની પણ ધરપકડ. બુટલેગરે પોલીસને ચકમો આપવા ટેમ્પોની બોડીમાં એક ચોરખાનું બનાવ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે પોલીસે આ ચોરખાનું શોધી કાઢી અને 9368 બોટલ દારૂ પકડી પાડ્યો હતો.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટએ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી દીધી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.વાળા તથા ટીમ પાલેજ નજીક NH 48 ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે ” આઇસર ટેમ્પો નંબર GJ 14 7 4214 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ હતો અને આ આઇસર ભરુચ તરફથી આવી વડોદરા તરફ જઈ રહ્યો હતો.

જે મુજબની ચોક્ક્સ માહિતી આધારે પાલેજ નેશનલ હાઇવે પર કોચ ગોઠવવામાં આવી હતી. આ ટેમ્પોમાં ચોરખાનું હોવાની પણ પોલીસને માહિતી મળી હતી. પોલીસે પાલેજ બ્રિજ નજીક આયસરને પકડી પાડી તેમાં તપાસ કરતા ચોરખાનુ શોધી કાઢી 9368 બોટલ વિદેશી દારૂ સાથે મુકેશભાઇ જગાભાઇ રાઠોડ ઉ.વ.38 મુળ રહેવાસી, ડોળીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગરને પકડી પાડ્યો હતો.

Be the first to comment on "ભરૂચમાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ"

Leave a comment

Your email address will not be published.


*