Bharuch fake doctor: આમ તો ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેના માટે ઉચ્ચકક્ષાનું ભણતર જોઈએ છે પણ આવા જ ભગવાનના સ્વરૂપમાં કેટલાક શેતાનો ફરી રહ્યા છે. જે કોઈપણ જાતની ડીગ્રી કે સર્ટિફિકેટ વગર જ દવાખાનું ખોલીને બેસી ગયા હોય છે. વેચાણ કરતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચમાં એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.
અંકલેશ્વર પોલીસને માહિતી મળી હતી કે, શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર મેડિકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચડા કરતા અમુક બોગસ ડોક્ટરો નકલી ડીગ્રી ના આધારે દવાખાના ખોલીને બેસી ગયા છે. પોલીસને માહિતી મળતા અંકલેશ્વર પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ બનાવીને શહેરમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરતા કુલ 7 બોગસ ડોક્ટરો કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાના ચલાવી રહ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વિના મેડિકલ ના સાધનો, એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તેમજ અન્ય મેડિકલ ની દવાઓ સાથે કુલ રૂપિયા 1,69,109 ના મુદ્દા માલ સાથે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કલમ 336 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનલ એક્ટ 1963 ની કલમ 30, 33 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube