કોરોના વાયરસથી લોકોનું જીવન બદલાઈ ગયું છે, તેમની જીવનશૈલી બદલાઈ ગઈ છે, ટેવ બદલાઈ ગઈ છે. કામ કરવાની રીત અને અભ્યાસની રીત પણ બદલાઈ ગઈ છે. શાળા બંધ થતાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ દરમ્યાન ભરૂચમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે વિદ્યાર્થીઓના ઓનલાઇન અભ્યાસ (Online Education) માટેના ગ્રુપમાં અશ્લીલ વીડિયો અને ફોટાઓ શેર કરી દીધા હતા. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર (Sarasvati Vidyamandir) ના ઓનલાઈન કલાસ દરમ્યાન આ સમગ્ર ઘટના બનવા પામી હતી.
હાલના સમયમાં કોરોના મહામારીના કારણે શાળા-કોલેજ બંધ હોવાથી બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સરસ્વતી વિદ્યામંદિરના બાળકોના અભ્યાસ માટે એક ઓનલાઇન શિક્ષણ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં એક શિક્ષકે અશ્લીલ વીડિયો અને તસવીરો પોસ્ટ કરી દીધી હતી. આ વાત વિદ્યાર્થીઓના વાલીઓને માલુમ પડતા હોબાળો મચી ગયો હતો. જે બાદમાં વાલીઓ એકઠા થઈને સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા. પોલીસી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેવાની ઘટનાથી હોબાળો મચી ગયો હતો. સ્કૂલે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકે તે માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. બનાવ બાદ બાળકોના વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને આરોપી શિક્ષકને મેથીપાક આપ્યો હતો. આ મામલે જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે આગેવાન યાકુબભાઈએ જણાવ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણના ગ્રુપમાં એક શિક્ષકે અશ્લીલ ફોટા અને વીડિયો મૂક્યા હતા. વાલીઓને ખબર પડતા તેમણે ફરિયાદ કરી હતી. આ સતત બીજી ઘટના છે. તંત્રએ આ માટે ધ્યાન રાખવું જોઈએ.
આ અંગે એક વાલીએ જણાવ્યું હતું કે ધોરણ-9 અને ધોરણ-10 માટે જે ગ્રુપ ચાલે છે તેમાં અશ્લીલ વીડિયો આવી ગયા હતા. જેના કારણે વાલીઓ સ્કૂલ ખાતે આવ્યા હતા. સ્કૂલમાં આવું થાય તે ખોટું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. શિક્ષકનું કામ બાળકોને સુધારવાનું છે પરંતુ અહીં બગાડવાનું કામ ચાલી રહ્યું છે. આરોપીને સજા મળવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle