Bharuchma 108 Successful delivery in ambulance: સિઝેરીયનના યુગમાં પણ નોર્મલ ડિલીવરી થઇ રહી છે અલબત્ત ઘરેથી હોસ્પિટલ જતી વેળા રસ્તામાં આવા કિસ્સાઓ વધુ બને છે. તાજેતરમાં ભરૂચમાંથી આવો જ એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 ના અધિકારી અને કર્મચારીએ સ્થળ પર પહોંચી સમય સુચકતા વાપરી પ્રસૂતિ(Bharuchma 108 Successful delivery in ambulance) કરાવી હતી.
108 સેવા રાજ્યના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ છેવાડાના અંતરિયાળ વિસ્તારોના દર્દીઓ માટે સંકટ સમયની સાંકળ બની છે. આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે લોકજીભે ચઢેલો એકમાત્ર નંબર એટલે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ છે, ત્યારે 108 સેવા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામની સગર્ભા મહિલા માટે આશીર્વાદરૂપ બની હતી. 2 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 4.24 વાગ્યે ઇલાવના હળપતિવાસમાં રહેતા પરિવારની 20 વર્ષીય સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા પરિવારે 108 ને કૉલ કર્યો હતો.
જેથી 108 એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી હતી. દર્દીને ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જઈ રહ્યા હતા, ત્યારે વડોલી ગામ પાસે પહોંચતા વચ્ચે રસ્તામાં પ્રસૂતિ પીડા વધી જતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી કરાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. EMT સ્નેહલ પટેલે વધુ સમય ન બગાડતા વડોલી ગામ પાસે એમ્બ્યુલન્સ ઉભી રખાવી અને 108 માં જ સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી હતી. સફળ પ્રસૂતિ થતા માતાએ 1.70 કિલો વજન ધરાવતા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
અમદાવાદ સ્થિત 108 ની હેડઓફિસ સ્થિત ડો.પરમારના માર્ગદર્શન હેઠળ બાળકને ન્યુ બોર્ન કેર આપીને પ્રસૂતા માતા અને નવજાત બાળકને ઓલપાડ સીએસસીમાં શિફ્ટ કરાયા હતા. સફળ પ્રસૂતિ થતાં સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને 108 ટીમના EMT સ્નેહલ પટેલ અને પાઇલોટ મહેશ ગમારાનો આભાર વ્યક્ત કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube