સાળંગપુર ભીંતચિત્રો વિવાદ વકરતાં એક સનાતની ભક્તે કાળો રંગ કરી કુહાડી મારી ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ, પોલીસે શખ્સની કરી અટકાયત

Salangpur Temple Controversy: હાલ સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમામાં નીચે મુકેલા ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.તે ઉપરાંત આ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફેરવ્યું હતું. ત્યાં મુકેલા બેરિકેડ્સ તોડીને પ્રતિમાને નુકસાન પહોંચાડવા(Salangpur Temple Controversy) આવેલા આ શખસને પોલીસે પકડી પડ્યો છે.આ વ્યક્તિની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામની વ્યક્તિ તરીકે થઈ છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવી રહ્યું છે.

આ ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતાં આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. આ ભીંતચિત્રોને હટાવી દેવા માટે સાધુ-સંતોએ પણ અપીલ કરી હતી. એવામાં કોઈ હનુમાનભક્ત દ્વારા લાગણી દુભાતાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. એ ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરના પારાવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીંતચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘટનાના પગલે Dy.SPએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરુ કરી દીધી છે.

પ્રતિમાને કોર્ડન કરાઈ
આ માણસ દ્વારા ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા પછી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને વાંસથી કોર્ડન કરી દેવામાં આવી છે તેમજ ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા ઘણા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

ગાર્ડનમાંથી છૂપાઇને પ્રતિમા સુધી પહોંચ્યો
આ ઘટના અંગે બોટાદના SP કિશોર બળોલિયાએ જણાવ્યું છે કે, હુમલાનો પ્રયાસ કરનારની હર્ષદ ગઢવી તરીકે તેની ઓળખ કરવામાં આવી છે. મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો જ છે. પરંતુ જે રીતે મંદિરનું વિશાળ પરિસર છે અને બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે.

હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છૂપાઇને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પોલીસે હર્ષદને મૂર્તિ પાસેથી ઝડપી લીધો હતો. હર્ષદ ગઢવી સાથે બીજુ કોણ કોણ આવ્યું હતું અને ક્યા વાહનમાં આવ્યા હતા તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી ફરિયાદ આપવામાં આવશે એ રીતે વધુ કાર્યવાહી થશે.

સંવાદથી વિવાદ ઉકેલવો જોઇએ
SP કિશોર બળોલિયાએ વધુમાં કહ્યું છે કે, છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. કોઇ પણ વિવાદ હોય તો તેનો સંવાદથી પણ ઉકેલ આવી શકે છે. જે કોઇ લોકોને ભીંતચિત્રો મુદ્દે વિરોધ હોય તેનો મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરી નિવેડો લાવી શકાય છે. કોઇપણ વ્યક્તિ આ રીતે કાયદો હાથમાં લે એ વાત વાજબી નથી. અહીં રજાના દિવસોમાં ઘણા દર્શનાર્થીઓ અહી આવતા હોય છે. હાલમાં આ વિવાદને લઇને PI સહિત 75 પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *