ભરૂચ(ગુજરાત): મૂળ પશ્ચિમ બંગાળના અને અંકલેશ્વરમાં રહેતા એક યુવકને બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. યુવતીએ યુવકને લગ્નની લાલચ આપીને રૂપિયા 13.79 લાખ પડાવી લીધા હતા. લગ્ન કરવાની ના પાડીને યુવતીએ રૂપિયા પરત કરવાનો ઇન્કાર કર્યો હતો. તેથી સમગ્ર મામલો શહેર પોલીસ મથકે પહોચ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે થોડાક જ કલાકોમાં યુવતીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલ શ્યામધામ સોસાયટીમાં રહેતા અમિતકુમાર બિસનુપદ સામન્તએ લગ્ન માટે બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ સાઈટ પર તેને સુપ્રિયા તપનકુમાર મજમુદાર સાથે પરિચય થયો હતો.
અમિતકુમારે યુવતીનો ફોટો પસંદ પડતા યુવતી સુપ્રિયા સાથે વાતો શરૂ કરી હતી. જોકે એકાદ અઠવાડિયાના બાદ યુવતીએ અમિતને તેની માતા બાથરૂમમાં પડી ગઈ છે અને સારવાર માટે રૂપિયા જોઈએ છે, તેમ કહીને પહેલીવાર રૂપિયા 5000 પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારબાદ ઓપરેશન માટે 25,000 રૂપિયા મોકલાવ્યા હતા. એટલું જ નહીં, યુવતીએ અમિત પાસેથી વીમા પ્રીમિયમ, મેડિકલ, ખરીદી અન્ય જરૂરિયાતો સહિત નવા નવા બહાના હેઠળ લગભગ કુલ 13.79 લાખ પડાવી લીધા હતા.
અમિતએ તેને લગ્ન માટે પૂછ્યું ત્યારે સુપ્રિયાએ બહાના કાઢવા લાગી હતી, પરંતુ સમય જતા અમિતને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં તેને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લુંટેરી દુલ્હને પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.