IPS તરીકે નોમિનેટ થતા ભાવના પટેલ બન્યા પાટીદાર સમાજના પ્રથમ મહિલા આઇપીએસ

પાટીદાર સમાજના પહેલાં મહિલા આઈ.પી.એસ DCP ભાવના બેન પટેલ જેઓ જીપીએસ કેડરના મહિલા ઓફિસર તરીકે સુરત શહેરમાં ડીસીપી (ઝોન-2) તરીકે ફરજ બજાવતા હતા જેઓ તાજેતરમાં જ આઇપીએસ તરીકે નોમિનેટ થયા છે. એવા બાહોશ ઓફિસર ભાવનાબેન પટેલ નુ સરદારની પ્રતિમા આપી અભિવાદન કરતા નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ધીરુ માંડવીયા(KP) એ મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું.

સુરત શહેરમાં ઝોન-2 માં ડીસીપી તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ પાટીદાર સમાજ ના પહેલા મહિલા આઈપીએસ ઓફિસર બન્યા છે. જીપીએસ કેડરના મહિલા અધિકારીને તાજેતરમાં જ સરકાર દ્વારા આઇપીએસ તરીકે નોમીનેટ કરવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં બે મહિના અગાઉ ડીસીપી ઝોન 2 તરીકે ભાવનાબેન આર. પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. જીપીએસ કેડરના અધિકારી ભાવના પટેલ આ પહેલા અમદાવાદ રેલ્વે વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. અમદાવાદ રેલવે વિભાગમાંથી તેમની બદલી સુરતમાં કરવામાં આવી હતી. ભાવનાબેન પટેલે પોતાના 11 વર્ષના કેરિયરમાં હાલોલમાં ડીવાયએસપી અને કચ્છમાં એસપી તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. આ દરમ્યાન સરકારે જીપીએસ કેડરના ઓફિસર ભાવનાબેન પટેલ ને હાલ સુરતમાં આઇપીએસ તરીકે નીમોનેટ કર્યા છે.

આમ હવે થી ભાવના પટેલ આઇપીએસ કેડરના અધિકારી ગણાશે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ બઢતી સાથે ભાવનાબેન પટેલ સમગ્ર પાટીદાર સમાજના પહેલા મહિલા આઈપીએસ ઓફિસર બન્યા છે. ડીસીપી ભાવના પટેલની આ સિદ્ધિને કારણે સમગ્ર પાટીદાર સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *