ભાવનગરના ગારિયાધાર તાલુકાના નાનીવાવડી વિરડી રોડ પર નજીક આવેલા તળાવમાં ડૂબી જવાને કારણે તરુણનું મોત થયું હતું. સ્થાનિક લોકોએ ફાયર અને પોલીસને જાન કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોચ્યો હતો. ઘણી મુશ્કેલીઓ બાદ તરુણની લાશ તળાવમાંથી બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડીને પોલીસે તપાસ શરુ કરી હતી.
ગારીયાધારમાં 13 વર્ષોનો ભરવાડ શેરીમાં રહેતો ચિરાગ ભોળાભાઈ ટોટા ઢોર ચરાવવા ગયો હતો. જ્યાં તેનો પગ લપસી જતાં તળાવમાં ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. તળાવમાં તરુણ ડુબી જવાની માહિતી મળતા ગારીયાધાર મામલતદાર, ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટનાં સ્થળે પહોંચી ગઈ હતી. અને તળાવમાં તરુણની શોધખોળ શરુ કરી હતી.
નાનીવાવડી વિરડી રોડ પર આવેલી તળાવમાં ડૂબી ગયેલા તરુણની મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી. તરુણની કલાકો સુધી શોધખોળ કર્યા બાદ તરુણની લાશ ન મળતાં જેસીબીની મદદથી તળાવનો એક બાજુનો પાળો તોડવામાં આવ્યો હતો. તળાવનું પાણી બહાર નીકળી ગયા બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામા આવ્યો હતો.
ફાયર વિભાગને રાત્રિનાં 11 કલાકે તરૂણ નો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તરૂણના મૃતદેહને ગારીયાધાર આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.