લોહિયાળ થયું ભાવનગર… રીક્ષામાં બેસી શાળાએ જતી બે શિક્ષિકાઓને આંબી ગયો કાળ

ગુજરાત (Gujarat) રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માત (accident) ના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. કોઈવાર વાહનચાલકો ની ઝડપ ને કારણે અકસ્માત સર્જાય છે, તો કોઈ વાર સામેવાળાની ભૂલને કારણે અકસ્માત સર્જાય છે અને લોકો જીવન દોરી તુકાવે છે. અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો જોવા મળે છે. આજે આપણે  એક અકસ્માતની ઘટના વિષે ચર્ચા કરીશું.

ફરી એક વાર મહુવા નેશનલ હાઇવે લોહીલૂહાણ થયો છે. ઉમાનીયાવદર નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હનુમંત સ્કૂલની 2 શિક્ષિકાઓ અને રિક્ષા ચાલક અતુલને ગંભીર ઈજા થઇ હતી.

ત્રણેયને સારવાર માટે હનુમંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા છે. મોરારીબાપુના પુત્ર પર્થીવભાઇએ ઘટનાને પગલે હોસ્પિટલની મુલાકાત લીધી છે. ભાવનગરના મહુવાનો નેશનલ હાઇવે દિવસેને દિવસે વધુ ગોઝારો બનતો જાય છે. અહી વારંવાર અકસ્માત થતાં રહે છે. આજે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત થયા છે.

આ ગોઝાર અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મહિલા અને ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સ્કૂલે જતાં બે શિક્ષિકા અને ડ્રાઈવરનું મોત થયુ છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી. ત્યાર બાદ ત્રણેયનું મોત થતાં હોસ્પિટલમાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *