ગુજરાત: શિક્ષિકાએ કરી લીધો આપઘાત અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આબી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ભાવનગરમાં એક શિક્ષિકાએ કામના ભારણથી જીવન ટુંકાવતા ચકચાર મચી ગઈ છે. તેમની અંતિમ ચીઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, મારાથી કઈ સહન થતું નથી,હું કઈ પણ સારૂં વિચારી શકતી નથી. મને નોકરીમાં પણ તકલીફ પડે છે.

ગામના કૂવામાં પડીને મારો જીવ આપું છું. ભાવનગરના (Bhavnagar) કોળીયાક (Koliyak) ગામે આપઘાત કરનાર (Suicide) શિક્ષિકાની (Teacher) અંતિમ ચિઠ્ઠી (Suicide note) માં આ વાક્ય લખવામાં આવ્યું છે. શિક્ષિકાએ આપઘાત કરી લીધાની જાણ થતા જ કૂવામાં ખાટલો ઉતારીને તેમનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો. જોકે, આ મામલે પરિવારે શાળાના આચાર્ય પર ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે.

ભાવનગર જિલ્લાના કોળીયાક ગામમાં વસવાટ કરતા વનમાળીભાઈ શિવાભાઈ વાળાની પુત્રી ભાવનાબેને પોતાના ઘર પાસે આવેલા જળુંબ કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી, ભૂતકાળમાં ભાવનાબેન દાદરા પરથી અચાનક પડી જતા તેમને મણકામાં ઇજા પહોંચતા તેમનું ઓપરેશન કરાવેલ હતું જેથી સહન ના થતા તેમણે આવું પગલું ભરેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું.

હાલમાં આ મૃતક શિક્ષિકાના ભાઈના જણાવ્યા અનુસાર, ભાવનાબેન એ કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરતા પહેલા ઘરે એક બુક માં સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું છે કે, હું ગામના કૂવામાં પડીને મારો જીવ આપું છું, મારો માધવ અને મારા મમ્મી પપ્પા મારા બંને ભાઈયો હું સાવ જ કંટાળી ગઈ છું મને જરા પણ શાંતિ નથી મારુ મન કઈ સારું વિચારતુ જ નથી હું કંઈ સહન કરી શકતી નથી, મારે નોકરી પર કામ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે મારાથી થતું નથી હું સહન કરી શકતી નથી મારાથી ક્યારેય ભૂલ થઇ હોય તો માફ કરશો….તમારી ભાવુ…

ભાવનાબેનના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાવનાબેન ભાવનગર જિલ્લાના લાખણકા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ શાળાના આચાર્યના ત્રાસના કારણે પરેશાન રહેવાના કારણે ભાવનાબેન એ આવું પગલું ભરેલ છે તેવું જણાવેલ હતું.

કુવામાં થી મૃતદેહ બહાર કાઢતાની સાથે જ ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા. ઘટના સ્થળે આવેલ લોકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ઘોઘા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢી લાશનું પંચનામું કરીને લાશને પી.એમ અર્થે કોળીયાક પી.એચ.સી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, સમગ્ર ઘટનાને પગલે કોળીયાક ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *