હોસ્પિટલમાં લઈ જતા સમયે કોરોના દર્દીનું અધવચ્ચે મૃત્યુ થતા, એમ્બ્યુલન્સે રસ્તામાં જ ફેકી દીધો મૃતદેહ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં, કોરોનાવાયરસથી જીવ ગુમાવનાર એક વ્યક્તિની લાશને હોસ્પિટલની બહાર રોડ ઉપર છોડીને ભાગી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોમવારે અહીંની એક હોસ્પિટલની બહાર એક દર્દીનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પહેલાં, દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જે રહ્યા હતા. પરંતુ મોત બાદ એમ્બ્યુલન્સનો ચાલક લાશને જમીન પર મૂકીને ભાગી ગયો હતો.

તમને જણાવી દઈએ કે, 59 વર્ષીય વાજિદ અલીને કિડનીની તકલીફને કારણે ભોપાલની પીપુલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેને શ્વાસની તકલીફ થવા લાગી. ડોક્ટરને ડર હતો કે, તેને ન્યુમોનિયા છે. સોમવારે સાંજે તેમને કોરોનાવાયરસથી ચેપ લાગ્યો હતો. કોરોના ટેસ્ટ પોજીટીવ આવ્યા બાદ, તેમને કોવિડ -19 માટે સ્થાપિત વિવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપ છે કે, તેના મૃત્યુ પછી, એમ્બ્યુલન્સ ડ્રાઇવર તેને શિફ્ટ કરવા માટે બીજી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો, રસ્તામાં જ મૃત્યુ થતા મૃતદેહને ત્યાંથી રસ્તાની બાજુમાં મૂકી ભાગી ગયો હતો.

તેમના પુત્ર આબીદ અલીએ એનડીટીવીને જણાવ્યું હતું કે, રવિવારે તેના પિતાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે સોમવારે પોજીટીવ આવ્યો. જાન્યુઆરીથી તેની તબિયત ખરાબ હતી. તેમને 23 જૂને પીપલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓને આ હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યા ત્યારે તે હજુ જીવતા હતા. આબીદે કહ્યું, ‘એમ્બ્યુલન્સમાં શું થયું તેની મને ખબર નથી પણ જ્યારે જિલ્લા વહીવટી તંત્રે તેમને વિવા હોસ્પીટલમાં મોકલ્યા હતા. તે બંને હોસ્પિટલોનો દોષ છે, તેઓએ અમને કોઈ માહિતી આપી નહીં.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પી.પી.ઇ કીટ પહેરેલા કેટલાક આરોગ્ય કર્મચારીઓ મૃતદેહોને ઉપાડીને સ્ટ્રેચર પર મૂકી રહ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે, એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ લાવનારા આરોગ્ય કર્મચારીઓ મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી છોડીને હોસ્પિટલની સામે છોડી રહ્યા હતા.

પીપલ્સ હોસ્પિટલના મેનેજર ઉદયશંકર દિક્ષિતે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ અને આઈડીએસપીની સૂચના મુજબ વિવા હોસ્પિટલથી એમ્બ્યુલન્સ વિવા હોસ્પિટલ આવી હતી. પરંતુ લગભગ એક કલાક અને 40 મિનિટ પછી અમને કહેવામાં આવ્યું કે તે તેમને પાછા મોકલી રહ્યો છે. ત્યાં સુધીમાં અમે આઈસીયુ સીલ કરીને ધૂમ્રપાનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. કાર્યવાહી હજી ચાલુ હતી, જ્યારે એમ્બ્યુલન્સ ફરીથી પરત ફરી. તેણે પહેલા અમારું સ્ટ્રેચર મેળવવાનો પ્રયાસ કર્યો પણ અમારો વિરોધ કર્યા પછી ડેડબોડને રસ્તાની બાજુએ મૂકી દીધો. જે બાદ અમે અમારા સ્ટાફને પી.પી.ઇ કીટ પહેરીને દર્દીને તપાસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *