ભુજમાં 108 ના કર્મચારીએ પૂરું પાડ્યું પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ- મળેલ કિંમતી સામાન પરિવારજનો કર્યો પરત

આ ઘોર કળયુગમાં હજુ પણ કોઈ-કોઈ સારા માણસો જીવે છે તે વાનો વિશ્વાસ તમને આ ઘટના સાંભળીને થય જશે. ભુજ(bhuj)માંથી ઈમાનદારી અને પ્રામાણિકતાનું એક ઉત્તમ…

આ ઘોર કળયુગમાં હજુ પણ કોઈ-કોઈ સારા માણસો જીવે છે તે વાનો વિશ્વાસ તમને આ ઘટના સાંભળીને થય જશે. ભુજ(bhuj)માંથી ઈમાનદારી અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. લોકોને જરૂરિયાતના સમયે વહેલી તકે હોસ્પિટલ લઈ જવાની સેવા આપતી એક વખત માનવતાની ઉજાગર કર્યાની ઘટના સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ગઈકાલે ભુજ(bhuj)ના માધાપર નજીક ટ્રકની ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બાઈક ચાલક આધેડને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સમયે ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમને ઘાયલ બાઇક પાસેથી કિંમતી સામાન અને રોકડ રકમ મળી આવી હતી. પરંતુ આ કળયુગમાં પણ પ્રામાણિકતા દાખવી ને 108 ના કર્મચારીઓએ ઘાયલ બાઇક ચાલકના પરિવારજનોને બોલાવીને કિંમતી સામાન અને રોકડ રકમ પરત કર્યા હતા.

108 એમ્બ્યુલન્સના સ્ટાફની આવી પ્રમાણિકતા જોઈને અનેક લોકોને અનેરી પ્રેરણા મળી હતી. લોકોએ 108 સ્ટાફની પ્રમાણિકતા જોઈને બિરદાવી એને ધન્યવાદ પાઠવ્યા હતા. ઘટના સ્થળેથી ઘાયલ બાઈક ચાલક પાસેથી મળી આવેલ તમામ કિંમતી સામાન અને રોકડ રકમ સહી સલામત રીતે ઘાયલના પરિવારજનોને પરત કરી ફરજ નિષ્ઠાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ગઈકાલે રાત્રે 8:00 વાગ્યાના અરસામાં ભુજ ના 45 વર્ષીય દીપક ભટ્ટ બાઈક પર ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન માધાપર ધોરી માર્ગ પર અજાણ્યા ટ્રક સાથે ટક્કર થતાં દીપકભાઈ ફંગોળ આવીને દૂર જઈને પડ્યા હતા અને તે દરમિયાન ગંભીર ઈજાઓ પણ થઈ હતી. જેને કારણે તત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ ટીમને બોલાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *