સુરતમાં લજવાયા ગુરુ-શિષ્યોના સબંધો- લંપટ શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવીને…

Published on Trishul News at 3:38 PM, Wed, 4 October 2023

Last modified on October 4th, 2023 at 3:40 PM

26 year old lustful teacher in surat: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દેશની દીકરીઓ હવે શાળામાં પણ સુરક્ષિત નથી. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે.વરાછા વિસ્તારમાં લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત(26 year old lustful teacher in surat) બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી. ત્યારે મોડી રાત્રી સુધી તરૂણી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

તરૂણી મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો દ્વારા તરૂણીની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ તરૂણી મોડી રાત્રે ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતું ઘરે પહોંચ્યા બાદ તરૂણીને પરિવારજનો દ્વારા રાત્રે મોડું થવા બાબતે પૂછપરછ કરતા તરૂણીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારે તરૂણીએ પરિવારજનો સામે લંપટ શિક્ષકનો ભાંડો ફોડ્યો હતો.

પરિવારજનોએ જણાવતા કહ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી લંપટ શિક્ષક મહેશ ગોંડલિયા તરૂણીને હેરાન કરતો હોવાનો ખુલાસો તરૂણીએ કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ કાપોદ્રા પોલીસે લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડકરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Be the first to comment on "સુરતમાં લજવાયા ગુરુ-શિષ્યોના સબંધો- લંપટ શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવીને…"

Leave a comment

Your email address will not be published.


*