Hasmukhbhaibhai Bhudia will teach Patidar girls for just 1 rupee: પાટીદાર સમાજના મોભીઓ હંમેશા સમાજહિતની વાતો કરતા આવ્યાં છે. તેના માટે તેઓ જરૂરી દાન અને મદદ પણ કરતા આવ્યાં છે. ત્યારે એજ કારણ છે કે, અન્યોની સરખામણીએ આ સમાજ આર્થિક દ્રષ્ટિએ ખુબ સદ્ધર જણાય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો હાલમાં જ વિદેશથી આવેલાં એક પાટીદારના મોભી(Hasumukhbhai Bhudia)એ તેમના સમાજની દિકરીઓના અભ્યાસઅર્થે પોતાની સંપત્તિનો ખજાનો જાણે ખુલ્લો મુકી દીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આફ્રિકાથી આવ્યાં પાટીદાર સમાજના ભામાશા! પાટીદાર દિકરીઓને ભણાવવા માટે આપી દીધું દોઢ સો કરોડ રૂપિયાનું દાન.
આફ્રિકન બાળકોના તારણહારઃ
આફ્રિકાના હજારો બાળકો-પરિવારોના તારણહાર હસુભાઈ ભુડિયા ના હુલામણા નામથી ઓળખાતા કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાએ કચ્છમાં સામાજિક અને સાર્વજનિક સેવા માટે તાજેતરમાં ચોવીસી ગામોના કચ્છી લેઉઆ પટેલ સમાજની સાક્ષીમાં રૂ. ૧૫૦ કરોડના મહાદાનની જાહેરાત કરી હતી. આ રકમનો આગામી 25 વર્ષ માટે સમાજની કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગ કરવામાં આવશે એટલે કે,આગામી 25 વર્ષ સુધી કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો છે. તેઓએ માત્ર 1 રૂપિયો ટોકન જ લઈને સમાજની વિદ્યાર્થીનીઓને આગામી 25 વર્ષ સુધી ભણાવશે.
ઇતિહાસમાં વર્ષનો અંતિમ દિવસ સોનેરી અક્ષરોમાં લખાયો
કચ્છના ઇતિહાસમાં વર્ષનો અંતિમ દિવસ સોનેરી અક્ષરોમાં લખાયો છે કારણકે દીકરીઓ ભણી શકે એ માટે દાતાએ 151 કરોડના માતબર રકમની જાહેરાત કરી છે. મૂળ ભુજ તાલુકાના ફોટડીના અને હાલે મોમ્બાસામાં રહેતા દાતા હસમુખભાઈ ભુડિયાએ કરેલી જાહેરાતથી કચ્છી લેવા પટેલ સમાજની દિકરીઓ આગામી 25 વર્ષ સુધી માત્ર 1 રૂપિયાના ટોકનદરે શિક્ષણ મેળવી શકશે.
સમાજને આગળ લાવવા કરે છે પ્રયાસઃ
પોતાના સમાજને આગળ લાવવા માટે કઈ રીતે મદદ કરી શકાય તેનું ફરી એકવાર પાટીદાર સમાજના એક મોભીએ ઉત્ત્મ ઉદાહરણ આપ્યું છે. આ વખતે વાત છે આફ્રિકાથી ભુજમાં ભામાશા બનીને આવેલાં મોમ્બાસાના દાતા હસુભાઈ ભુડિયાની. જેમણે પાટીદાર સમાજની દિકારીઓના અભ્યાસ માટે આપી દીધું અધધ દાન. જેના થકી હવે પાટીદાર દિકરીઓ આગામી 25 વર્ષ સુધી માત્ર 1 રૂપિયામાં ભણશે, આ તો પટેલ જ કરી શકે! કચ્છનાં જ્ઞાતિય ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે જેમાં એક પરિવારે 47 એકરના વિશાળ સંકુલમાં 12 જેટલી ઈમારતો બંધાવી સમાજને અપર્ણ કરી છે આ દાતા છે મૂળ ફોટડીના અને હાલે મોમ્બાસામાં રહેતા દાતા હસુભાઈ ભુડિયા.
આવા દાતાઓ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોઈ છે.કહેવાય છે કે જેને નિશ્વાર્થ ભાવે સેવા કરવી છે તેને કોઈ પદ અથવા તો હોદ્દાની જરૂર નથી તે લોકો આવી રીતે પણ સમાજની મદદ કરીને અવનવા ઉદાહરણ પુરા પડતા હોઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube