હાલમાં ગુજરાતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ અંગે ચારેકોર આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહી છે. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના મારા ગળું કાપીને નિર્દય હત્યા કરીને 21 વર્ષીય યુવતીનું મોત નીપજાવી દીધું હતું. ઘટનાના ૨૪ કલાક માં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પરિવારની મુલાકાત લઈને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ સતત આ ગુનામાં સંડોવાયેલા લોકો અંગે તપાસ આદરી દીધી છે.
આજે સવારે ગ્રીષ્મના પિતા આફ્રિકાથી આવ્યા અને વ્હાલસોયી દીકરી નો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોની એક જ માંગ છે કે આરોપીને ફાંસી થાય.
આજે સાંજે મૃતક દીકરી નું બેસણું રાખવામાં આવ્યું છે. તેની ગણતરીની કલાકો પહેલા રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિડીયોકોલ મારફતે પરિવાર સાથે વાત કરવામાં આવી હતી અને પરિવાર ની વાત સાંભળી હતી પરિવારે માંગ કરી છેકે, હત્યારાને ફાંસી થાય અને ભવિષ્યમાં ગુજરાતમાં આવી ઘટના ક્યારેય ન બને. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સાંત્વના આપતા કહ્યું હતું કે, અમે તમારી સાથે છીએ અને કડક કાર્યવાહી કરવામાં આવશે. કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા એ મુખ્યમંત્રી અને પરિવાર સાથે વાત કરાવી હતી.
મળતી માહિતી અનુસાર મોડી સાંજે હત્યારા ફેમિલી ગોયાણીને હોસ્પિટલમાંથી રજા મળતા કામરેજ પોલીસ દ્વારા પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવશે. આરોપીએ જેરી દવાખાનું નાટક કર્યું હતું અને પોતાની નસ કાપવાને બદલે ઉપરની ચામડી કાપીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.