ગુજરાત(Gujarat): ગઈકાલે ભાજપ વિધાયક દળની મીટિંગ બાદ સર્વસંમત્તિથી ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે સ્વીકારી લીધેલ છે, ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રાજ્યપાલ પાસે જઇને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. 12 ડિસેમ્બરનાં રોજ ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી મુખ્યમંત્રી પદનાશપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલની સરકારનાં મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને મળી શકે છે સ્થાન:
એક અનુમાન મુજબ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાના મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન આપી શકે છે. જે પૈકી 9 કેબિનેટ મંત્રી અને બાકી રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ મંત્રીમંડળ માટે કેટલાક સંભવિત નામો પણ સામે આવી રહ્યાં છે, જેમને ચોક્કસપણે કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
ઋષિકેશ પટેલ:
જો વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ એક વર્ષ માટે બનેલી ભૂપેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રી રહ્યાં હતાં. પાટીદાર હોવાને કારણે અને ઉત્તર ગુજરાતથી હોવાને કારણે તેમને પાટીદાર નેતૃત્વને લઇને કેબિનેટ મંત્રીનાં રૂપે ફરી એકવાર સરકારમાં સ્થાન મળી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
હર્ષ સંઘવી:
મહત્વનું છે કે, હર્ષ સંઘવી યુવા અને દક્ષિણ ગુજરાતથી આવે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહમંત્રી તરીકે તે કામ કરી રહ્યાં હતાં. હર્ષ સંઘવી પોતાના કામને લઇને છેલ્લા એક વર્ષથી સતત ચર્ચામાં રહ્યાં છે.
શંકર ચૌધરી:
જણાવી દઈએ કે, આનંદીબેન પટેલ સરકારમાં શંકર ચૌધરી મંત્રી હતા. જો કે 2017માં તે ચૂંટણી હારી ગયા હતા. આ વિધાનસભા ચુંટણીમાં થરાદ સીટથી તેમણે બેઠક જીતી છે. તેમને પણ મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.
કુંવરજી બાવળિયા:
જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયા કોળી સમાજનાં મોટા નેતાનાં રૂપે જાણીતા છે. તે વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યાં છે.
રાઘવજી પટેલ:
મહત્વનું છે કે, રાઘવજી પટેલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિમંત્રી હતાં. તેમને આ વખતે પણ તેમના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી સંભાવનાઓ છે.
જયેશ રાદડિયા:
મહત્વનું છે કે, વિઠ્ઠલ રાદડિયાનાં દિકરા અને સૌરાષ્ટ્રમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં મોટું નામ ધરાવતા જયેશ રાદડિયા વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી હતા, પરંતુ ભૂપેન્દ્ર સરકારમાં તેમને સ્થાન મળ્યું ન હતું.
ગણપત વસાવા:
જો વાત કરવામાં આવે તો આદિવાસી નેતા અને આનંદીબેન સરકારથી લઇ વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ગણપણ વસાવાને આ વખતે ભૂપેન્દ્ર સરકારનાં કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
રમણલાલ વોરા:
મહત્વનું છે કે, રમણલાલ વોરા મોદી સરકારમાં મંત્રી હતાં પરંતુ 2017માં તેઓ ચૂંટણી હારી ગયાં હતાં. આ વખતે તેઓ ઇડરથી ચૂંટણી લડીને જીત્યાં છે. સાથે જ સરકાર ચલાવવાનો અનુભવ હોવાને કારણે તેમનો સમાવેશ કેબિનેટ મંત્રીમાં થઇ શકે છે.
કનુ દેસાઇ:
જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતથી આવતાં કનુ દેસાઇ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાણામંત્રીનાં રૂપે કામ કરી ચૂક્યાં છે. આ વખતે પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ સાથે મહિલામંત્રીઓમાં પાયલ કુકરાણી કે મનીષા વકીલને સ્થાન મળી શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત પહેલીવાર ભાજપમાંથી ચૂંટણી જીતનાર અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો હાર્દિક પટેલની મંત્રી બનવાની સંભાવના હાલમાં ના બરાબર છે. સાથે જ આદિવાસી વિસ્તારથી આદિવાસી નેતાઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે જેમાં જીતુ ચૌધરી, નરેશ પટેલ વગેરે નામનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.