આગામી તારીખ 15 ઓક્ટોબરનાં રોજ નવા નિમાયેલ રાજ્ય (State) ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel ) સુરત (Surat) ખાતે આવી રહ્યા છે. સુરત કામરેજ રોડ (Surat Kamaraj Road) નજીક નિર્મિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હોસ્ટેલના ભુમીપુજન અવસરે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે.
PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે. PM મોદીના હસ્તે આ હોસ્ટેલનું ભુમીપૂજન થવાનું હોવાને લીધે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. હોસ્ટેલનું ભુમીપૂજન વર્ચ્યુઅલી PM મોદી દ્વારા થનાર હોવાથી પ્રોટોકોલ મુજબ CM ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમ સ્થળે ઉપસ્તીથ રહેશે.
CM બન્યા પછી ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમવાર સુરત આવતા હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ તકનો લાભ ઉઠાવીને કેટલાક પ્રોજેક્ટોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવાની ગતિવિધિ પણ હાથ ધરાઈ છે.
સુરત મહાનગરપાલિકાના આયોજન મુજબ બપોરે 12.30 કલાકની આજુબાજુ પણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઓનલાઇન જ મનપાના સુડાના પ્રોજેક્ટોનું લોકાર્પણ થઇ શકે છે.
જો કે, જે મુજબ માહિતી મળી છે તે મુજબ સુરત મહાનગરપાલિકાના અલગ-અલગ 13 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આની ઉપરાંત એકસાથે 8 પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તંત્ર દ્વારા 22 જેટલા વિકાસ લક્ષી પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે.
CM ભુપેન્દ્ર પટેલ સરથાણા ઝોનમાં શાળાનું મકાન તથા પુણા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ કતારગામ ટ્રાન્સફર સ્ટેશનમાં સિવિલ વિભાગમાં જરૂરી બદલાવ સાથે મિકેનાઇઝડ મટીરીયલ્સ ફેસિલિટીઝ પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવશે.
વેસુ તથા અલથાણ વિસ્તારમાં આંગણવાડી ખુલ્લી મુકવામાં આવશે. ઉધનામાં વોર્ડ ઓફિસ તથા લાઈટ એન્ડ એનર્જી એફિસિયન્સી સેલ હેઠળ કચ્છમાં આવેલ નખત્રાણામાં 6.3 મેગાવોટની ક્ષમતાના સ્થાપિત કરવામાં આવેલ વિન્ડ પાવર પ્લાન્ટનું ઓનલાઇન લોકાર્પણ કરાશે.
કતારગામ વિસ્તારમાં 2.37 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અર્બન કોમ્યુનિટી હોલનું પણ CM ના હસ્તે ઉદ્ઘાટન કરાશે. આમ, પાલિકાના 126 કરોડના પ્રોજેક્ટનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમહૂર્ત તથા લોકાર્પણ થનાર પ્રોજેક્ટોની સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે છે એવી તંત્ર દ્વારા આશા વ્યક્ત કરાઈ છે.
આમ, નવા CM ભુપેન્દ્ર પટેલને આવકારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરતની વિકાસગાથાઓ દર્શાવવા માટે નવા પ્રોજેક્ટો તથા લોકાર્પણ થનારા નવા વિકાસ કામો માટેનું યાદી પણ તૈયાર કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.