છત્તીસગઢના CM ભૂપેશ બઘેલના પિતા નંદ કુમાર બઘેલની પોલીસે આગ્રાથી ધરપકડ કરી લીધી છે. તેમને મંગળવારે રાયપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર કરાયા હતાં. અહીં તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, નંદ કુમાર બઘેલે જામીન લેવા માં તેમજ વકીલ રાખવાની ના પાડી દીધી છે.
તેમના પર બ્રાહ્મણોને લઈ વિવાદિત નિવેદન આપવાનો આરોપ મુકેલ છે. જ્યારે પિતા નંદકુમારની ધરપકડ વિશે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલને પ્રશ્ન પૂછ્યો તો તેઓએ કાયદાથી ઉપર કોઈ નથી તેમ જણાવતા કહ્યું હતું કે, “હું એક દીકરા તરીકે મારા પિતાનું સન્માન કરું છું પણ એક મુખ્યમંત્રી તરીકે તેમની એક પણ ભૂલ માફ ન કરી શકું. અમારી સરકારમાં કાયદાથી ઉપર કોઈ નથી તે પછી ભલે મુખ્યમંત્રીના પિતા જ કેમ ન હોય.”
રાયપુરના પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાઈ હતી:
CM ભૂપેશ બઘેલના પિતા નંદ કુમાર બઘેલની વિરુદ્ધ DD નગર પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. સર્વ બ્રાહ્મણ સમાજની ફરિયાદ પર કેસ દાખલ કરાયો હતો. નંદ કુમાર પર સામાજીક દ્રેષ પેદા કરવાનો આરોપ રહેલો છે. તેમના વિરુદ્ધ IPCની કલમ 505- સમુદાયો વચ્ચે શત્રુતા, ધૃણા ઉભી કરવા પર કલમ 153A સહિત સામાજીક તણાવ નિવેદન આપવાનો આરોપ મુકેલ છે.
રાયગઢમાં બ્રાહ્મણ સમાજે કાર્યવાહીને લઈ પ્રદર્શન કર્યુ:
આજથી 3 દિવસ અગાઉ નંદ કુમાર બઘેલના નિવેદનથી નાખુશ બ્રાહ્મણ સમાજ દ્વારા રાયગઢમાં તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આની સાથે જ FIR દાખલ કરવાની માગને લઈ સિટી કોતવાલીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલા હોબાળા પછી પોલીસ દ્વારા સમાજના લોકોની ફરિયાદ નોંધીને કાર્યવાહીનો ભરોસો આપવામાં આવ્યો હતો.
નંદ કુમાર બઘેલે શું કહ્યું હતું?
ગયા મહિને લખનઉમાં આયોજીત એક કાર્યક્રમ વખતે મીડિયાની સાથે વાતચીત વખતે નંદ કુમાર બઘેલ જણાવે છે કે, હવે મત અમારો, તમારુ રાજ નહી ચાલે. અમે આંદોલન કરીશું. બ્રાહ્મણોને ગંગાથી વોલ્ગા(રશીયાની નદી) મોકલીશું. કેમ કે, તેઓ વિદેશી છે જે રીતે અંગ્રેજો આવીને ચાલ્યા ગયા હતા એ જ રીતે બ્રાહ્મણો કાં તો સુધરી જાય કાં તો ફરીથી ગંગાથી વોલ્ગા જવા તૈયાર થઈ જાય.
20 વર્ષ અગાઉ પુસ્તક પર વિવાદ સર્જાયો હતો:
નંદ કુમાર બઘેલે 20 વર્ષ અગાઉ બ્રાહ્મણ કુમાર રાવણને ના માર શીર્ષકથી એક પુસ્તક લખ્યું હતું. તેમનું જણાવવું હતું કે, પુસ્તક મનુ સ્મૃતિ, વાલ્મિકીય રામાયણ, રામચરીતમાનસ તેમજ પેરિયારની સાચી રામાયણની નવા દ્રષ્ટિકોણથી વ્યાખ્યા છે. આ પુસ્તક સામે આવતા જ વિવાદ શરુ થયો હતો.
વર્ષ 2001માં છત્તીસગઢની તત્કાલીન કોગ્રેસ સરકાર દ્વારા આ પુસ્તક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બઘેલ 17 વર્ષ આની વિરુદ્ધ કેસ લડતા રહ્યા હતા. વર્ષ 2017માં છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ લગાવવાની વિરુદ્ધ કરાયેલ યાચિકાને નકારી દેવામાં આવી હતી. આ પુસ્તકમાં હિન્દુ ધર્મની માન્યતાથી વિપરીત તથા સમાજ પર નકારાત્મક અસર કરનાર સામગ્રી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.