Bhuva Traps The Woman: કોઈપણ વ્યક્તિ આજે એટલો બધો અંધશ્રદ્ધામાં પરોવાઈ ગયો છે કે તેને પોતાની બેઈજ્જતી થશે કે પોતાનું સર્વસ્વ લૂંટાઈ જશે એનો પણ ખ્યાલ રહેતો નથી. પાછળથી(Bhuva Traps The Woman) જ્યારે તેને ખબર પડે કે પોતે આવી અંધશ્રદ્ધાના કારણે ખોટા ફસાયા છીએ ત્યારે પાણી વહી ગયું હોય છે. આવી જ એક ઘટના મોડાસામાં એક દીકરીની માતા સાથે બનવા પામી છે.
જેમાં માથાનો ઈલાજ કરાવવા ગયેલી મહિલાને બામ લગાવાનું કહી પલંગ પર સુવડાવી દીધી હતી. જ્યારે ઊઠીને જોયું તો તે નિર્વસ્ત્ર હતી. જે જોઈ ભૂવાને કહેતા તેને માત્ર લીંબુની વિધિ કરી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ભૂવાએ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા. તો જાણો સમગ્ર ઘટના વિશે કે કઈ રીતે ભૂવાએ તાંત્રિક વિધિના નામે મહિલાને ફસાવી.
વાત છે મોડાસા શહેરમાં રહેતી એક મહિલાની, આ મહિલાના સમાજના રીતિ-રિવાજ પ્રમાણે પોતાના જ સમાજના એક છોકરા સાથે લગ્ન થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. તેમના લગ્નજીવન દરમિયાન એક દીકરીને જન્મ આપ્યો હતો. આ મહિલાના પતિને દારૂ પીવાની લત શરૂ થઈ અને તે દારૂ પીને સાથે મારપીટ કરતો હતો. જેથી સામાજિક રિવાજ મુજબ આ છોકરા સાથે મહિલાએ છુટાછેડા લઈ લીધા હતા.
માથાના દુખાવાનો ઈલાજ કરાવવા ભૂવાના સંપર્કમાં આવી
હાલ આ નિરાધાર મહિલા પોતાનાં માતા-પિતા અને ભાઈઓના સહારે મોડાસા ખાતે રહી દીકરીનો અભ્યાસ અને ઉછેર કરતી રહી હતી. એક વખત 2020ની સાલમાં આ મહિલાની માલપુર તાલુકાના એક ગામમાં રહેતી તેની બહેનપણીએ જણાવ્યું કે, મારા ઘરે એક ભૂવાજી આવ્યા છે તો તું મારા ઘરે આવ, તને જે માથું દુઃખવાની બીમારી છે. તે બાબતે આપણે ભૂવાજીને કહીશું તો તે મટાડી દેશે. તેમ કહેતા તે માલપુર તાલુકાના એક ગામમાં બહેનપણીને ત્યાં ગઈ અને ભૂવાજીને વાત કરીને દોરો બનાવી આપ્યો હતો.
હવે શરૂ થાય છે ભૂવાજીનાં કરતૂતો
ભૂવાજી ભરત જયમલ રબારીએ આ મહિલાને કહ્યું કે, હાલ તું મારી ગાડીમાં બેસી જા હું તમને મોડાસા તમારા ઘરે ઉતારી દઉં, એમ કહેતા મહિલા ભૂવાજીની કારમાં બેસી ગઈ અને મોડાસા મહિલાના ઘરે તેની સાથે ભૂવાજી પણ આવ્યા અને અને કહેવા લાગ્યા કે તું મને બહુ ગમે છે. મારા પણ છૂટાછેડા થયેલા છે તો તું મારી સાથે લગ્ન કર. ત્યારે મહિલાએ કહ્યું કે, મને થોડો સમય આપો પછી હું લગ્ન બાબતે જણાવીશ. આમ વાતો કરતાં કરતાં મહિલાને કહ્યું કે, તને માથું બહુ દુઃખે છે તો વિક્સની ડબી લાવ અને અહીં પલંગ પર સૂઈ જાવ.
જેથી મહિલા પલંગ પર સૂઈ ગઈ. ભુવાજીએ વિક્સ લગાવી આપી અને માથું પણ દબાવી આપ્યું હતું. ત્યારબાદ આ મહિલાને કાંઈ ખબર ના પડી. જ્યારે આ મહિલા હોશમાં આવી ત્યારે આ ભૂવાજી બાજુમાં બેઠા હતા અને આ મહિલા નિર્વસ્ત્ર હાલતમાં હતી. ત્યારે આ જોઈને તરત મહિલા લંપટ ભૂવાજી ભરત રબારી પર ગુસ્સે થઈ અને ઝઘડો કરવા લાગી એટલે નરાધમ ભૂવાએ કહ્યું કે, મેં ફક્ત ગુપ્ત ભાગેથી રુવાંટી લઈને લીંબુની વિધિ કરવા માટે વસ્ત્રો ઊતર્યાં હતાં.
પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી
પીડિતાએ ફરિયાદ અંગે જણાવ્યું છે કે, આ બાબતે મેં ફરિયાદ એટલા માટે કરી છે કેમ કે મને મારવાની ધમકી આપી હતી. જો તું આગળ જતા કંઈ કરીશ તો મારી આગળ બહુ માણસો છે. મારી બહેન પોલીસમાં છે, મારો ભાઈ વકીલ છે અને અન્ય મારી આગળવાળા મોટી-મોટી પોસ્ટ પર છે. જેથી તને રાતોરાત ઉડાડી દઈશું અને તારાં ભાઈ-ભાભીને પણ મરાવાની કોશિશ કરી. આ ભૂવાજીના કારણે આજે મારાં ભાઈ-ભાભી અને મારો પરિવાર પણ મારાથી દૂર થઈ ગયાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
Be the first to comment on "લંપટ ભુવાની કાળી કરતૂત… માથામાં બામ લગાવી સુવડાવી દીધી, ઊઠીને જોયું તો હું નિર્વસ્ત્ર હતી…"