ગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: જન્માષ્ટમીમાં મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel’s prediction: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે આરામ પર છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના ઝાપટા પડી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન હવે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય(Ambalal Patel’s prediction) વરસાદથી લઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય
હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા આવનારા પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા પાંચ દિવસ દરિયાકાંઠે ભારે પવન ફુગાવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. જેના કારણે આવતીકાલે એટલે કે તારીખ 14 ઓગસ્ટના દિવસે પાછી મારોને પણ કર્યો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સર્ક્યુલેશન ના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે.

અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આવનારી 15 મી ઓગસ્ટ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો જન્માષ્ટમી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા પણ યથાવત રહેશે.

‘ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના’
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *