એવી તો શું આફત આવી પડી કે, જૂનાગઢના દંપતીએ બે સંતાનો સાથે પીધી દવા, ત્રણ મોત… બાળકીની હાલત ગંભીર

Family died in Junagadh: રાજ્યમાં વધુ એક પરિવારે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી રહી છે.રાજ્યના જૂનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક ખેડૂત પરિવારે સામૂહિક…

Family died in Junagadh: રાજ્યમાં વધુ એક પરિવારે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી રહી છે.રાજ્યના જૂનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક ખેડૂત પરિવારે સામૂહિક આપઘાત પ્રયાસ(family died in Junagadh) કરતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે.તેની પણ હાલત ગંભીર છે.સાંતલપુરમાં રહેતા પરિવારે પોતાની વાડીએ જ ઝેરી દવા પી લેતા પતિ,પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે.જ્યારે પુત્રીને સારવાર માટે લઈ જવામાં આવી છે.આ બનાવ નું કારણ હજી સામે આવ્યું નથી,પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ આજે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતી અને પુત્રનું મોત નિપજ્યું છે. જ્યારે પુત્રીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે.આ બનાવનું કારણ હજી સામે આવ્યું નથી.ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના નામ
વિકાસભાઈ રમણિકભાઈ દુધાત્રા
હીનાબેન વિકાસભાઈ દુધાત્રા
મનન વિકાસભાઈ દુધાત્રા

શું કહી રહી છે પોલીસ?
આ મામલે DySP બી.સી.ઠક્કરે જણાવ્યું છે કે, એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પી લઈ સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું હતું કે, આ બનાવના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા રાજ્યના સુરત શહેરમાં પણ એક સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. સમૂહ એક આપઘાતમાં એક માતાએ અને તેની પુત્રી બંને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સૌપ્રથમ માતાએ પોતાની ત્રણ વર્ષની દીકરીને ગળે ફાંસો આપી અને ત્યાર પછી પોતે પણ ગળેફાંસો ખાય કરી લીધો હતો. માતા અને પુત્રી બંને એક બીમારીથી કંટાળીને સામુહિક આપઘાત કરવાનો સામે આવી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *