ગુજરાતના બાળકો માટે જીતુ વાઘાણીની મોટી જાહેરાત: એક સાથે લાખો વિદ્યાર્થીઓને મળશે આ લાભ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શુભ શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) રાજ્યમાં 15…

ગુજરાત(Gujarat): રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શુભ શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના રસી આપવાના અભિયાનનો પ્રારંભ ગાંધીનગર(Gandhinagar)ના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો.

મુખ્યમંત્રી સવારે આ શાળામાં આવી પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરીને નિહાળી હતી. તેમણે કિશોરો સાથે સંવાદ પણ કર્યો હતો. ત્યારે બીજી બાજુ રાજ્યના દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઇને ગુજરાત સરકારે એક મોટી અને મહત્વની જાહેરાત કરી છે. તો ગાંધીનગરની શેઠ જે.એમ.ચૌધરી શાળામાં તરુણોના રસીકરણનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)એ દિવ્યાંગ બાળકો માટે મોટી અને મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, અમારી સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે શિષ્યવૃતિ અંગેનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 40 ટકા જેટલા બાળકો દિવ્યાંગ હશે, તેમને પણ સરકાર દ્વારા શિષ્યવૃતિનો લાભ મળશે. અત્યાર સુધી જે વિદ્યાર્થી 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેમને જ ફક્ત શિષ્યવૃતિનો લાભ મળતો હતો. જો કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધેલા મહત્વના નિર્ણય મુજબ જે વિદ્યાર્થી 40 ટકા પણ દિવ્યાંગ હશે તેઓને પણ શિષ્યવૃતિ મળવા પાત્ર થશે.

રાજ્યમાં 5,69,000 જેટલા બાળકો 40 ટકાથી વધારેની દિવ્યાંગની કેટેગરીમાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 2,82,000 દિવ્યાંગ બાળકોને ટકાવારીના કાર્ડ મળી ચૂક્યાં છે. કોરોનાની મહામારીને કારણે જે દિવ્યાંગોને આ કાર્ડ ના આપવામાં આવ્યું હોય, તેમને પણ વિશેષ ઝૂંબેશ હેઠળ આ કાર્ડ મળવા પાત્ર થશે. સરકારના આ મહત્વના નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને આનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *