ગુજરાત(Gujarat): રાજ્યમાં વધતી જતી મોંઘવારી(inflation) અને ઠંડી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ખાદ્યતેલ(edible oil)ના ભાવમાં મોટો ભડકો થયો છે. મોંધવારીના માર વચ્ચે વધુ એક ઝટકો લાગ્યો હોય તેમ સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. સીંગતેલના 2700 ડબ્બાના ભાવ 2730 રૂપિયા થઇ ગયા છે અને કપાસિયા તેલમાં રૂપિયા 5 નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમય બાદ ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર ખાધ્યતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યોછે. જેમાં નવા તેલની આવક વચ્ચે ભાવ વધારો નોંધાતા મધ્યમ વર્ગને વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. મળતી વિગતો મુજબ કપાસિયા તેલના ડબ્બામાં 5 રૂપિયાનો વધારો, જયારે સીંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેને લઈ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2730 રૂપિયા થઇ ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે, છેલ્લે વર્ષ 2022ના અંદાજે ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2660 રૂપિયાથી વધી 2700 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.
વેપારીઓના જણાવ્યા અનુસાર, સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતાઓ સેવાઈ રહી છે. સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલ પર પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને લીધે હાલ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.