કોરોનાના હાહાકાર વચ્ચે સુરત હાઇએલર્ટ પર! પાલિકા કમિશનરે મોટું નિવેદન આપતા કહ્યું…

સુરત(Surat): શહેરમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સુરત શહેરમાં કોરોના બેકાબુ ન બને તે માટે સુરત મહાનગર પાલિકા(SMC)…

સુરત(Surat): શહેરમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સુરત શહેરમાં કોરોના બેકાબુ ન બને તે માટે સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ કોરોનાના સંક્રમણને રોકવા માટે સુરત તંત્ર સજ્જ છે.

સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનીધી પાની(Banchanidhi pani)નું કોરોનાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. કોરોનાના વધી રહેલા કેસને લઈને સુરત હાઇએલર્ટ(Surat High Alert) પર છે. ત્યારે હવે SMC કમિશનર બંછાનિધિ પાનીએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, આગામી 45 દિવસ સુધી લોકોએ સાવચેતી રાખવાની ખુબ જ જરૂર છે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત બમણો વધારો થઇ રહ્યો છે. શહેરના અઠવા ઝોનમાં ખુબ જ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે આ વધી રહેલા કેસોને જોતા ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવશે.

સાથે જણાવતા કહ્યું છે કે, કોરોનાના વધી રહેલા કેસને કારણે રીવર્સિંગ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આગામી 45 દિવસ સુરતીઓ માટે ખુબ જ મહત્વના છે એટલે સાવચેત રહેવું ખુબ જરૂરી છે. કોરોનાને લઈને સુરતને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે હવે સુરત તંત્ર પણ સતર્ક બન્યું છે. સુરત પ્રશાસન દ્વારા સિવિલ હોસ્પિટલમાં 1600 બેડ અને 300 જેટલા ICU બેડની વ્યવસ્થા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની તૈયારી જો આગામી સમયમાં કોરોના બેકાબુ બને તો તેને અનુલક્ષીને કરવામાં આવી છે.

વધુમાં સાથે સાથે 55 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા સુરત તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર નિર્ણયોને અનુલક્ષીને સુરત જીલ્લા કલેકટર દ્વારા રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર સામે કેમ ટકી રહેવું અને કેવી રીતે આવનારા સમયનો સામનો કરવો તે અંગે વાતચીત કરવામાં આવી હતી.

જોવાનું રહ્યું કે, ધીમે ધીમે કોરોનાના કેસમાં પણ દૈનિક વધારો થઇ રહ્યો છે. જેને કારણે સુરતીઓનું ટેન્શન વધ્યું છે. આગામી સમયમાં પણ હજુ વધારે કેસ નોંધાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્રની સાથે સાથે આપણે સૌએ પણ સાવચેત અને સતર્ક રહેવું ખુબ જ અનિવાર્ય છે, નહિતર આગામી સમયમાં એક સાથે અઢળક કેસ નોંધાઈ તો નવાઈ નહી. રાજકીય અને સામાજિક મેળાવડાથી દુર રહેવું એ પણ આ મહામારીમાં એક નાગરિક તરીકેની ફરજ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *