ખરી મિત્રતા તો આને કહેવાય! સાથી મોરના મોત પર ‘અંતિમવિધિ’માં ગયો બીજા મોર- જુઓ વાયરલ વીડિયો

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. એનું માત્ર એક જ કારણ છે કે, મોર જેવું સુંદર પક્ષી ભાગ્યે જ કોઈ હશે. બધા જ લોકોને ખબર છે…

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. એનું માત્ર એક જ કારણ છે કે, મોર જેવું સુંદર પક્ષી ભાગ્યે જ કોઈ હશે. બધા જ લોકોને ખબર છે કે, મોરને ભારતનું રાષ્ટ્રીયપક્ષી તારીખે ઓળખવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો ની જાણતા હોય કે, મોરના મૃત્યુ બાદ શું કરવામાં આવે છે. ત્યારે આવો જ એક વિડીયો સામે આવ્યો છે.

વાઈરલ વિડીયોમાં બે મોર વચ્ચેની દોસ્તી અને તેમનો પ્રેમ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ચાર વર્ષ પછી આ મોરની જોડી અંતે તૂટી. એક મોરના મૃત્યુ બાદ જ્યારે લોકો તેમને દફનાવવા માટે લઈ ગયા ત્યારે મોર તેમની પાછળ ચાલતો રહ્યો. લોકોએ તેનો વીડિયો બનાવ્યો.

હકીકતમાં, રાજસ્થાનમાં આવેલ  નાગૌરના કુચેરા વિસ્તારના થાલા ધાનીમાં બે દિવસ પહેલા એક 8 વર્ષના મોરનું મૃત્યુ થયું હતું. તેનો સાથી મોર તેની આંખોથી જોઈ પણ શકતો ન હતો. જ્યારે સાથી મોરનું મૃત્યુ થયું, ત્યારે બીજો મોર ઉદાસ અને બેચેન થઈ ગયો. તે લગભગ 3 કલાક તેની બાજુમાં બેસી રહ્યો હતો. આટલું જ નહીં, જ્યારે મૃત મોરને દફનાવવા માટે ખેતરમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે પણ પાછળ- પાછળ તેની સાથે ગયો અને કલાકો સુધી ત્યાં બેસી રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વન અને વન્યજીવ સંરક્ષણના જિલ્લા ઉપાધ્યક્ષ રામસ્વરૂપ બિશ્નોઈએ જણાવ્યું કે, તેમના ખેતરમાં વિવિધ જીવો ફરે છે. તેમની વચ્ચે આ મોર પરિવારના સભ્યો જેવા હતા. જ્યારે પણ તેઓ સવારે અને સાંજે ભોજન લેતા હતા. ત્યારે તેમની સાથે મોર પણ આવતા અને દાણા ચણતા હતા. જો તેઓ ક્યારેય કોઈ કામ માટે બહાર જાય ત્યારે મોર પણ દાણા ન ચણતા અને બાળકની જેમ ગુસ્સે થઈ જતા હતા. ત્યાર બાદ તેમને મનાવવા પડતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *